હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 7th August 2026
ખંભાળીયા પાલિકા તંત્ર દ્વારા વગર વરસાદે રસ્તા ઉપર મોરમ પાથરવાનો કોન્ટ્રાકટ આપતા ભારે ચર્ચા
રાબેતા મુજબ ટેન્ડર મંજૂર પણ થઇ જતા લોકોએ સવાલ ઉઠાવ્યા

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૭: પાલિકાના સદસ્યોની રજુઆતો પરથી રસ્તા પર પાણી ભરાતા હોય કાદવ કીચડ વાળા રસ્તા હોય મોરમ પાથરવા માટે ટેંડર બહાર પાડવામાં આવ્યું છે.!! આ ટેંડર અગાઉ કોઇ વ્યકિએ ન ભરતા બીજો પ્રયત્ન કરીને પણ પધારવવામાં આવ્યું છે.
જેથી પાલિકા વિસ્તારમાં મોરમ પાથરી શકાય હા એ વાત બીજા નંબરની છે કે રસ્તા પર વરસાદ જ નથી કે ગંદા પાણી કાદવ કીચડ થાય પણ રાબેતા મુજબ ટેંડર મંજુર થઇ ગયું છે અને મોરમ પણ પથરાઇ જશે કયા? તે પ્રશ્ન છે
કેમકે હાલ તો ખંભાળીયામાં કયાંય વરસાદી પાણી જ નથી અને જો ખાડા હોય તો તેમાં નવા રોડના આયોજન શા માટે નથી થતા કરોડોની ગ્રાન્ટો એમ જ પડી રહે છે. સદુપયોગ કરો ને!!
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
