<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

જુનાગઢમાં સંજય કોરડીયાના ‘હોકારો' કાર્યાલયનો પ્રારંભ

તમામ યોજનાના ફોર્મ ભરી અપાશેઃ ૭ કર્મચારીઓ સેવામાં: ૧૦૦ લોકો બેસી શકે તેવું અત્‍યાધુનિક ઓડીટોરીયમ

‘અકિલા'ના પત્રકાર વિનુભાઈ જોશીનું સન્‍માન કરતા ધારાસભ્‍ય સંજય કોરડીયા નજરે પડે છે.

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૭: જુનાગઢ ૮૬ વિધાનસભાના ધારાસભ્‍યશ્રી સંજયભાઈ કે.કોરડીયાના નવા કાર્યાલય ‘હોકારો'નો ગેલેકસી કેપીટલ, ૪થો માળ, દાસારામ પ્રાઈમ-૨ની બાજુમાં ઉમિયા વાડી પાસે જુના બાયપાસ રોડ જુનાગઢ ખાતે શુભારંભ થયેલ છે.

સંજયભાઈ કોરડીયા એ જણાવ્‍યું હતુ કે, અમારા કાર્યાલય ખાતે સાત કર્મચારીઓ સતત સેવા આપશે અને લોકોને આયુષ્‍યમાન ભારત યોજનાના કાર્ડ કાઢી આપવામાં આવશે તેમજ જનધન યોજના અંગે માહિતી અપાશે. તેમજ લોકોને આવકના દાખલો, જાતિનો દાખલો, વૃધ્‍ધ સહાય યોજના, વિધવા સહાય યોજના, નોનક્રિમીલીયર, વ્‍હાલી દિકરી યોજના, મેરેજ સર્ટીફીકેટ જાતિનો દાખલા (અંગ્રેજી)માં ડોમિશાલસર્ટી સિનીયર સીટીઝન કાર્ડ, રેશનકાર્ડને લગતા આયુષ્‍યમાન કાર્ડ, રાષ્‍ટ્રીય કુંટુંબ સહાય યોજનાના ફોર્મ ભરી આ યોજનાનો લાભ લેવા મદદ કરવામાં આવશે. અને સરકારની તમામ યોજનાના ફોર્મ ભરી આપી તેને લગતી માહિતી પૂરી પાડવા માટે અંત્‍યોદય કેન્‍દ્ર શરૂ કરવામાં આવ્‍યું છે.

ધારાસભ્‍ય સંજયભાઈ કોરડીયાના આ કાર્યાલયમાં વિશાળ ૪ સુવિધા સભર હોલ ઉભા કરાયા છે. જેમાં ૧૦૦ લોકો બેસી શકે તેવું અત્‍યાધુનિક ઓડીટોરીયમ પણ બનાવવામાં આવ્‍યું છે.

આ તકે જુનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઈ જોષીનું ‘પેરેન્‍ટિંગ અઘરૂ છે પણ કરવું તો પડશે ડો.કૃણાલ પંચાલ'નું પુસ્‍તક અર્પણ કરી સંજયભાઈ કોરડીયાએ સન્‍માન કર્યુ હતું.

કાર્યાલયની મુલાકાતે શ્રી ઉમાધામ ગાઠીલા સંસ્‍થાના પ્રમુખ નિલેશભાઈ ધુલેશીયા આવ્‍યા હતા.

આ નવા કાર્યાલય ખાતે આજે સવારે ૧૦ વાગ્‍યાથી બપોરે ૧૨ કલાક સુધી લોક સંવાદ સંવાદથી સમાધાન સુધી કાર્યક્રમ યોજીને જાગૃત ધારાસભ્‍ય સંજયભાઈ કોરડીયા એ લોક પ્રશ્‍નો સાંભળી અને તેની નોંધ લઈ અને આ પ્રશ્‍નોના નિરાકરણ માટે ત્‍યાંથી જ સીધા પદાધિકારીઓ અધિકારીઓ સાથે ચર્ચા કરી ત્‍વરિત કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી.

(12:56 PM IST)