તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 7th August 2026
વંથલીમાં ભુંડ આડુ ઉતરતાં રિક્ષા પલ્ટીઃ માતા-પુત્રને ઇજા
દંપતિ-પુત્ર હોટેલે જમીને ઘરે જતાં હતાં: ઉર્મિલાબેન અને બે વર્ષના દિકરા નવાઝને રાજકોટ સારવાર માટે ખસેડાયા

રાજકોટ તા. ૭: વંથલીમાં કોયલી રોડ પર રિક્ષા પલ્ટી મારી જતાં તેમાં બેઠેલા વંથલીના ઉર્મિલાબેન ઇમરાનભાઇ મટારી (ઉ.વ.૨૪) અને પુત્ર નવાઝ ઇમરાનભાઇ મટારી (ઉ.વ.૨)ને ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
ઉર્મિલાબેન દિકરા નવાઝ સાથે પતિની ઇમરાન મટારીની રિક્ષામાં બેસી હોટેલમાં જમવા માટે ગયા હતાં.
બધા જમીને પરત વંથલી જતાં હતાં ત્યારે રોડ પર અચાનક ભુંડ આવી જતાં રિક્ષા પલ્ટી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે વંથલી પોલીસને જાણ કરી હતી.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
