News of Friday, 7th August 2026
પોરબંદરના કાંટેલામાં ર.૭૦ લાખનો ગાંજો ઝડપાયો
મકાન માલિક બહારગામથી આવતા તેના ઘરના ફળિયામાં બિનવારસી ગાંજો મળ્યો : ગુન્હાથી બચવા માટે ગાંજો મુકી જનાર અજાણ્યા શખ્સની પોલીસ દ્વારા શોધખોળ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૭: તાલુકાના કાંટેલામાં બહારગામથી મકાન માલિક ઘેર આવતા ફળિયામાંથી પ કિલો ગાંજો રૂા. ર૭૦પ૦૦ નો બિનવારસી મળી આવતા તેમણે પોલીસને જાણ કરી હતી.
કાંઢેલામાં બહારગામથી ઘેર આવેલ ઘેલાભાઇ ટપુભાઇને ફળિયામાંથી બિનવારસુ ગાંજાના પાંચ પેકેટો વજન પ કિલો ૪૧૦ ગ્રામ કિ. ર૭૦પ૦૦ નો મળી આવતા તેમણે પોલીસને જાણ કરી હતી.
કોઇ અજાણ્યો શખ્સ ગુન્હાથી બચવા બંધ ઘરમાં આ ગાંજોનો જથ્થો મુકી ગયાનું તારણ છે ઘરના ફળિયામાં પ કિલો ગાંજો મુકી જનાર અજાણ્યા શખ્સને શોધવા પોલીસ તપાસ શરૂ કરી છે.
મીયાણી મરીન પોલીસે આ ગાંજાના જથ્થા અંગે અજાણ્યા શખ્સ સામે નાર્કોટીકસ એકટ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
વધુ તપાસ પીએસઆઇ કે.જે. બલદાણિયા ચલાવી રહ્યાં છે.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
