<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

મોરબીના વિરપરડા ગામમાં આવેલા આ કૂવામાં ફરીવાર રહસ્યમય રીતે પાણીમાં હિલોળા શરૂ થતાં ભારે કુતૂહલ

સિસ્મોલોજી વિભાગે સ્પષ્ટ કર્યું છે કે મોરબી કે તેની આસપાસ કોઈ ભૂકંપનું કેન્દ્ર નોંધાયું નથી

મોરબીના વિરપરડા ગામમાં આવેલા આ કૂવામાં ફરીવાર રહસ્યમય રીતે પાણીમાં હિલોળા શરૂ થતાં ગ્રામજનોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું. સોશિયલ મીડિયામાં આ ઘટનાને ભૂકંપ સાથે પણ જોડવામાં આવી રહી હતી. જોકે સિસ્મોલોજી વિભાગે સ્પષ્ટ કર્યું છે કે મોરબી કે તેની આસપાસ કોઈ ભૂકંપનું કેન્દ્ર નોંધાયું નથી અને હાલ આ ઘટનાને ભૂકંપ સાથે જોડવાનો કોઈ આધાર નથી. ત્યારે સમગ્ર મામલે જો જિયોલોજિસ્ટ વિભાગ તપાસ હાથ ધરે તો સમગ્ર ઘટનાના કારણોનો ભેદ ઉકેલાઈ શકે છે.

(6:13 PM IST)