તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 7th August 2026
કચ્છના રાપરમાં તિરંગાયાત્રા અંગે ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને બેઠક મળી
આગામી દિવસોમાં વિશાળ સંખ્યામાં લોકો વિધાર્થીઓ સાથે બે કિલો મીટરની તિરંગા યાત્રાનું આયોજ

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : આગામી પંદર ઓગષ્ટને અનુલક્ષીને વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર ભવ્ય તિરંગા માટે રાપર ધારાસભ્ય ના કાર્યાલય ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી જેમાં ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ જાડેજા જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ જિલ્લા ભાજપના મંત્રી ઉમેશ ભાઈ સોની નગરપાલિકાના પ્રમુખ ચાંદ ભાઈ ભીંડે ભિખુભા સોઢા વિનુભાઈ થાનકી ઉમેશ સોની હમીરજી સોઢા કાનજીભાઈ આહિર મહાવીરસિંહ જાડેજા ડાયાલાલ રાઠોડ ડોલરભાઈ ગોર મહેન્દ્સિંહ વાઘેલા મદુભા વાઘેલા કમલસિંહ સોઢા નર્મદા બેન સોલંકી અલ્પાબેન ગૌસ્વામી સહિત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા ના સદસ્યો સરપંચો ઉપસરપંચો તથા વિવિધ સંગઠનોના હોદેદારો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાપર શહેર મા આગામી દિવસોમાં વિશાળ સંખ્યામાં લોકો વિધાર્થીઓ સાથે બે કિલો મીટરની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે જેમાં વિવિધ સુચન આગેવાનોએ રજુ કર્યા હતા આ તિરંગા યાત્રા માં વહિવટી તંત્ર નગરપાલિકા તાલુકા પંચાયત તથા વિવિધ સંસ્થાઓ અને સંગઠનો જોડાશે અને શહેર ને સુશોભિત કરવા મા આવશે રાપર ના ઈતિહાસ મા પ્રથમ વખત ભવ્ય તિરંગા યાત્રા થઈ રહી છે ત્યારે લોકો મા આનંદ ની લાગણી ફેલાઈ છે. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
