તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
સુરેન્દ્રનગર જિલ્લામાં અતિ ભારે વરસાદથી ખેતી ક્ષેત્રે થયેલાં ભારે નુકસાન બાબતે નાયબ મામલતદારને આવેદનપત્ર અપાયું
ખેતરમાં પાણી ભરાતા ઉભા પાક બળી જવાથી ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનો આવેદનપત્રમાં ઉલ્લેખ.

સુરેન્દ્રનગરમાં વરસેલા અતિ ભારે વરસાદથી ખેતી ક્ષેત્રે થયેલાં ભારે નુકસાન બાબતે નાયબ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અતિ ભારે વરસાદ તથા ઉપરવાસમાંથી વધુ પ્રમાણમાં પાણી આવતા અનેક ખેડૂતોને ભારે નુકસાન થયું હતું ખેતરમાં પાણી ભરાતા ઉભા પાક બળી જવાથી ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનો આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે.ખેડૂતો મોટી સંખ્યામાં બેનરો સાથે ઉપસ્થિત રહ્યા હતા.વરસાદી સ્થિતિને અઠવાડિયાનો સમય પસાર થવા છતાં હજુ સુધી કોઈ સહાય કે સરવેની કામગીરી ના થતા ક્યાંકને ક્યાંક ખેડૂતોમાં રોષ પ્રવર્તી રહ્યો છે.
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
