તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 7th August 2026
ભાવનગરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાનનો પ્રારંભ: કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના અગ્રણીઓ જોડાયા
તગડી ખાતે આવેલ સંતુ રિસોર્ટમાં તા. ૭ થી ૯ દરમિયાન ત્રિ-દિવસીય આ મહાનગર પ્રશિક્ષણ શિબિરનું ભવ્ય આયોજન

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તાઓના વૈચારિક સશક્તિકરણ, વ્યક્તિત્વ વિકાસ અને સંગઠનાત્મક કૌશલ્યમાં વધારો કરવાના હેતુથી હાથ ધરવામાં આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન - ૨૦૨૬ અંતર્ગત ભાવનગર મહાનગર પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ થયો છે. ભાવનગર શહેર નજીક તગડી ખાતે આવેલ સંતુ રિસોર્ટમાં તા. ૭ થી ૯ દરમિયાન ત્રિ-દિવસીય આ મહાનગર પ્રશિક્ષણ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
શિબિરના પ્રથમ દિવસે યોજાયેલા ઉદ્ઘાટન સત્રમાં રાજ્યના કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, મેયર ઉષાબેન તલરેજા,પૂર્વ સાંસદ ડો. ભારતીબેન શિયાળ તેમજ પૂર્વ મેયર કિર્તીબેન દાણીધરીયા , ભરતભાઈ બારડ તેમજ ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ પ્રશિક્ષણ શિબિરમાં ઉત્સાહભેર જોડાયા છે. ઉદ્ઘાટન પ્રસંગે ભાવનગરના પ્રભારી કમલેશભાઈ મીરાણી વગેરે અગ્રણી નેતાઓએ હાજરી આપી કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ ત્રિ-દિવસીય શિબિર દરમિયાન પક્ષની વૈચારિક ભૂમિકા, સેવા અને સમર્પણના મૂલ્યો તેમજ રાષ્ટ્રનિર્માણમાં કાર્યકર્તાઓની ભૂમિકા જેવા મહત્વના વિષયો પર વિવિધ સત્રોનું આયોજન કરવામાં આવશે, જે સંગઠનાત્મક ક્ષમતા અને કાર્યોને વધુ સુદ્રઢ બનાવવામાં મદદરૂપ થશે
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
