તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Friday, 7th August 2026
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાના નેતૃત્વમાં પાલીતાણાના હણોલ ગામે રવિવારે 'ફિટ ઈન્ડિયા–સન્ડેઝ ઑન સાયકલ'ના ૮૫મા રાષ્ટ્રીય કાર્યક્રમનું ભવ્ય આયોજન
હણોલથી ગૂંજશે 'ફિટ ઈન્ડિયા' અને 'નશા મુક્ત ભારત'નો રાષ્ટ્રીય સંદેશ : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ફિટનેસ નિષ્ણાતોની ઉપસ્થિતિ બનશે કાર્યક્રમનું વિશેષ આકર્ષણ

( વિપુલ હિરાણી દ્વાર) ભાવનગર: કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તેમજ શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાના નેતૃત્વમાં તા. ૯ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મોડેલ ગ્રામ હણોલ ખાતે 'ફિટ ઈન્ડિયા–સન્ડેઝ ઑન સાયકલ' અભિયાનનો ૮૫મો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાશે. દેશવ્યાપી ફિટનેસ ચળવળને વધુ વેગ આપવાની સાથે 'નશા મુક્ત ભારત'ના સંદેશને જનજન સુધી પહોંચાડવાનો આ કાર્યક્રમ મહત્વપૂર્ણ અવસર બનશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન'ને વધુ વ્યાપક જનસમર્થન મળે અને યુવાનોમાં સ્વસ્થ, સક્રિય તથા નશામુક્ત જીવનશૈલી પ્રત્યે જાગૃતિ વધે તે હેતુથી આ રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રમતવિજ્ઞાન નિષ્ણાત તથા સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ ભીષ્મ માધાણી, જાણીતા ફિટનેસ ટ્રેનર ઉર્વશી પરવાની તેમજ હેલ્થ કોચ અને પ્રેરણાત્મક વક્તા સપના વ્યાસ વિશેષ ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમમાં સાયકલિંગ ઉપરાંત યોગ, ઝુંબા, ગરબા સહિતની ફિટનેસ પ્રવૃત્તિઓ તેમજ વોલીબોલ, ચેસ, કેરમ અને દોરડાકૂદ જેવી વિવિધ રમતગમત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ગ્રામજનો, યુવાનો, રમતવીરો અને સાયકલિંગપ્રેમીઓને આ કાર્યક્રમમાં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય રમત પ્રાધિકરણ દ્વારા યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના સહયોગથી દેશભરમાં નિયમિત આયોજિત 'ફિટ ઈન્ડિયા–સન્ડેઝ ઑન સાયકલ' અભિયાન ફિટનેસને જનઆંદોલનનું સ્વરૂપ આપીને દરેક નાગરિકને સ્વસ્થ, સક્રિય અને નશામુક્ત જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરી રહ્યું છે
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
