<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

તુલસીશ્યામ-ભીમછાસ રોડ પર અચાનક એક નહીં, પરંતુ ચાર સિંહો રસ્તા પર આરામ ફરમાવતા નજરે પડ્યા: વાહનવ્યવહાર થંભી ગયો

એસટી બસના ડ્રાઇવરે સમયસૂચકતા દાખવીને બસ રોકી દીધી:સિંહોને કોઈ ખલેલ ન પહોંચી અને મુસાફરોની સુરક્ષા પણ જળવાઈ:બસમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કર્યો

તુલસીશ્યામ-ભીમછાસ રોડ પર અચાનક એક નહીં, પરંતુ ચાર સિંહો રસ્તા પર આરામ ફરમાવતા નજરે પડ્યા. જંગલ વિસ્તારને અડીને આવેલા આ માર્ગ પર સિંહો દેખાવા સામાન્ય છે, પરંતુ એકસાથે ચાર સિંહ રસ્તા પર બેસી જતા આ દૃશ્ય ખૂબ જ દુર્લભ અને રોમાંચક બની ગયું હતું.

આ દુર્લભ ઘટનાને કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર થંભી ગયો હતો. આ દરમિયાન એક એસટી બસના ડ્રાઇવરે સમયસૂચકતા અને સાવચેતી દાખવીને બસ તાત્કાલિક રોકી દીધી. આ પગલાથી સિંહોને કોઈ ખલેલ ન પહોંચી અને મુસાફરોની સુરક્ષા પણ જળવાઈ રહી. બસમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

થોડા સમય બાદ ચારેય સિંહો રસ્તા પરથી જંગલ તરફ આગળ વધતા વાહનવ્યવહાર ફરી શરૂ થયો હતો

(9:53 PM IST)