<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

અમરેલી-પીપાવાવ રેલવે રૂટ પર ગુડ્સ ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી: તંત્રમાં ભારે દોડધામ

માર્ગ પર ખાલી માલગાડી અચાનક પટરીથી નીચે ઉતરી જવાના કારણે તંત્રમાં ભારે દોડધામ મચી: તાત્કાલિક ધોરણે સુરક્ષા પગલાં રૂપે રૂટ બ્લોક કરીને ક્રેઈન દ્વારા વાહન સુધારણાની કામગીરી હાથ ધરવામાં આવી

અમરેલી જિલ્લામાંથી પસાર થતા મહત્વપૂર્ણ એવા પીપાવાવ રેલવે રૂટ પરથી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. રાજુલા સ્ટેશન નજીક અચાનક કોઈ અગમ્ય કારણોસર એક ગુડ્સ ટ્રેન  પાટા પરથી નીચે ઉતરી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, આ માલગાડી પીપાવાવ બંદર  તરફથી ખાલી હાલતમાં નીકળી હતી અને રાજુલા સ્ટેશન પાસે પહોંચતા જ અકસ્માતનો ભોગ બની હતી.

ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ અને રેલવે તંત્રના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. એજન્સીઓ દ્વારા સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક અસરથી આ રૂટની રેલવે લાઈન બંધ કરાવી દેવામાં આવી છે અને ક્રેઈનની મદદથી પાટા પરથી નીચે ઉતરી ગયેલી ખાલી ટ્રેનને પૂર્વવત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. જોકે, આ ગુંડ્ઝ ટ્રેન ટ્રેક પરથી અચાનક કેવી રીતે અને કયા કારણોસર નીચે ઉતરી ગઈ, તેનું ચોક્કસ કારણ હજુ સુધી અંકબંધ છે, જેને લઈને રેલવે વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

(11:49 PM IST)