તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 8th August 2026
મોરબી જિલ્લામાં સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે.
રાષ્ટ્રીય પર્વની ઉજવણીના સુચારુ અને ભવ્ય આયોજન અન્વયે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : આગામી ૧૫મી ઓગસ્ટ – સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ગૌરવવંતી ઉજવણી મોરબી જિલ્લાના માળિયા તાલુકાના મોટા દહીસરા ખાતે નવલખી રોડ પર આવેલા મેલડીમાના મંદિર સામેના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવનાર છે. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના સુચારુ અને ભવ્ય આયોજન અન્વયે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેક્ટરએ પર્વની ઉજવણી સંદર્ભે ગ્રાઉન્ડ તૈયારી, સ્ટેજ અને મંડપ નિર્માણ, નાગરિકો તથા અતિથિઓ માટે બેઠક વ્યવસ્થા, દેશ ભક્તિ સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમો, ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા, પીવાના શુદ્ધ પાણીની સુવિધા, રોશની અને સુશોભન, વૃક્ષારોપણ, સાફ-સફાઈ તેમજ મેડિકલ ટીમની તૈનાતી સહિતની આનુષંગિક વ્યવસ્થાઓ અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
(12:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
