<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

કચ્‍છના રણમાં વધુ એક પુરાતત્‍વીય સાઇટ મળીઃ ૧૦૦ માનવ કંકાલ સાથે માટીના વાસણ, બાંધકામ સહિતના અવશેષો મળ્‍યા

ધોળાવીરાની હડપ્‍પન સંસ્‍કળતિ, સિંધુખીણના ઉત્તર કાળ સાથે સંબંધ હોવાનું અનુમાન, કચ્‍છ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા ઓક્‍સફોર્ડ યુનિવર્સિટી, ડેક્કન કોલેજ, ઇસરોની સાથે મળી વધુ સંશોધન, બીએસએફના જવાનોને સરહદ ઉપર પેટ્રોલિંગ દરમ્‍યાન અવશેષો જોવા મળ્‍યા, હવે વિશ્વના સંશોધકોનું ધ્‍યાન ખેંચાયું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૮: કચ્‍છના રણમાંથી એક એવી પુરાતત્‍વીય શોધ સામે આવી છે. જે, માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના ઇતિહાસ માટે પણ અત્‍યંત મહત્‍વપૂર્ણ સાબિત થઈ શકે છે કચ્‍છ યુનિવર્સિટીના સંશોધકોને રણ વિસ્‍તારમાં ૧૦૦ થી વધુ માનવ કંકાલો પ્રાચીન માટીના વાસણો અને વસાહતના અવશેષો મળી આવ્‍યા છે. પ્રાથમિક અભ્‍યાસમાં આ સ્‍થળ મધ્‍યકાલીન યુગ અથવા સિંધુખીણ સંસ્‍કળતિના ઉત્તર કાળ સાથે સંકળાયેલું હોવાનું અનુમાન વ્‍યક્‍ત કરવામાં આવી રહ્યું છે. શું છે આ સમગ્ર શોધ અને શા માટે વિશ્વભરના વૈજ્ઞાનિકોનું ધ્‍યાન કચ્‍છ તરફ ખેંચાયું છે?? આવો જાણીએ.

આજે જ્‍યાં કચ્‍છનું વિશાળ રણ જોવા મળે છે ત્‍યાં કયારેક માનવ વસાહત ધમધમતી હતી તેવા ચોંકાવનારા પુરાવા પુરાતત્‍વીય તપાસ દરમ્‍યાન સામે આવ્‍યા છે. કચ્‍છ યુનિવર્સિટીના જીઓસાયન્‍સ વિભાગના ઇન્‍ચાર્જ ડો. ગૌરવ ચૌહાણની ટીમે કચ્‍છના આ રણ વિસ્‍તારમાં એક મહત્‍વપૂર્ણ પુરાતત્‍વીય સાઇટ શોધી કાઢી છે.અહીં ખુલ્લી જમીન પર ૧૦૦ થી વધુ માનવ કંકાલો મળી આવ્‍યા છે. આ કંકાલો એક જ દિશામાં અને વ્‍યવસ્‍થિત રીતે દફનાવવામાં આવ્‍યા હોવાનું સામે આવ્‍યું છે. જે તે સમયની ધાર્મિક અને સામાજિક પરંપરાનો સંકેત આપે છે. ઉપરાંત સ્‍થળ પરથી માટીના વાસણો ટેરાકોટાના રમકડાં અને પ્રાચીન બાંધકામના અવશેષો પણ મળી આવ્‍યા છે. આ સાઇટની માહિતી સૌથી પહેલા ગ્‍લ્‍જ્‍ના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન મળી હતી. ત્‍યારબાદ કચ્‍છ યુનિવર્સિટી દ્વારા સ્‍થળનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ હાથ ધરાયું હતું પ્રાથમિક તારણો મુજબ આ સ્‍થળ અંદાજે ૧૦૦૦ થી ૧૫૦૦ વર્ષ જૂનું હોઈ શકે છે અને તેનો સંબંધ ધોળાવીરા તેમજ સિંધુખીણ સંસ્‍કળતિના ઉત્તર કાળ સાથે હોવાની શકયતા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. હવે આ સાઇટના કાર્બન ડેટિંગ ડીએનએ પરીક્ષણ અને અન્‍ય વૈજ્ઞાનિક અભ્‍યાસ માટે ઓક્‍સફોર્ડ યુનિવર્સિટી, ડેક્કન કોલેજ, ઇસરો પીઆરએલ અને અન્‍ય સંસ્‍થાઓ સાથે સંયુક્‍ત સંશોધનની તૈયારી ચાલી રહી છે. જો આ અભ્‍યાસમાં પ્રાથમિક તારણોને સમર્થન મળશે તો કચ્‍છના પ્રાચીન ઇતિહાસમાં એક નવું અધ્‍યાય ઉમેરાશે.

 કચ્‍છના રણમાં થયેલી આ શોધ માત્ર એક પુરાતત્‍વીય સાઇટ પૂરતી મર્યાદિત નથી. પરંતુ તે હજારો વર્ષ જૂની સંસ્‍કળતિ માનવ વસાહત અને કચ્‍છના ગૌરવશાળી ઇતિહાસના નવા પુરાવા તરીકે ઉભરી રહી છે હવે સૌની નજર આગામી વૈજ્ઞાનિક પરીક્ષણોના પરિણામો પર છે જે આ રહસ્‍યમય સાઇટના ઇતિહાસ પરથી વધુ પડદો ઉઠાવશે. (તસ્‍વીરોઃ મુકેશ રાજગોર, રાપર)

(10:45 AM IST)