<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

ભુજના સુખપર ગામના મહિલા મંડળ દ્વારા માનસિક દિવ્યાંગોની સેવા કરાઇ

સખી મહિલા મંડળ સુખપરનાં પટેલ સમાજનાં બહેનોએ સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને રાસ રમાડી જીવનમાં ખુશીના રંગો ભરવા પ્રયાસ

 (વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૮ :  સખી મહિલા મંડળ સુખપર, ભુજ દ્વારા મંડળનાં  વાલુબેન રાબડીયા તથા ધનુબેન મેપાણીની આગેવાની હેઠળ મંડળનાં બહેનોએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની મુલાકાત લીધી હતી. તેમજ માનસિક દિવ્યાંગોની થઇ રહેલી સેવા અંગે ખુશી વ્યક્ત કરી હતી.

સખી મહિલા મંડળ સુખપરનાં પટેલ સમાજનાં બહેનોએ સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને રાસ રમાડી તેમની સાથે સમય પસાર કરી તેમના જીવનમાં ખુશીના રંગો ભરવા પ્રયાસ કર્યો હતો. તેમજ આ માનસિક દિવ્યાંગોને મહિલા મંડળ દ્વારા ભાવતા ભોજન જમાડવામાં આવ્યા હતા. 

માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરે માનવજ્યોત સંસ્થા ભુજની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપી હતી અને સખી મહિલા મંડળ સુખપરનો આભાર માન્યો હતો.

(1:18 PM IST)