News of Saturday, 8th August 2026
જેતપુર વીજ સબ ડીવીઝનમાં ૮૦ લાખના મટીરીયલ કૌભાંડમાં ૩ ઇજનેર સહિત પ અધિકારી સસ્પેન્ડ
જેતપુરની RTI એકટીવીસ્ટે ભાંડો ફોડયોઃ રાજકોટે તપાસ નહી કરતા સીધી વડી કચેરીએ તપાસ કરી : કાર્યપાલક ઇજનેર જેઠવાનો ઓર્ડર ન નીકળ્યોઃ ઉચ્ચ અધિકારીઓ કહે છે, તેમનો આમાં કોઇ રોલ જણાતો નથી

રાજકોટ તા. ૮ :.. જેતપુર વીજ સબ ડીવીઝનમાં ૮૦ લાખનું મટીરીયલ્સ બારોબાર વેચી નાંખી કૌભાંડ આચરનાર ૩ ઇજનેર અને એક સુપ્રિન્ટેન્ડન્ટ, તથા સ્ટોર કિપરને વડી કચેરીએ ગઇકાલે મોડી સાંજે સસ્પેન્ડ કરતો ઓર્ડર કરતા ખળભળાટ મચી ગયો છે, જેતપુરના આરટીઆઇ એકટીવીસ્ટે આખુ કૌભાંડ ઉજાગર કરી નાખ્યુ હતું, પરીણામે રાજકોટ વીજ તંત્રને તપાસ સોંપાઇ, પરંતુ તેમાં કોઇ ફળી ભૂત નહિ થતા, આખરે વડી કચેરીએ પોતે તપાસ હાથમાં લેતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
આ પ્રકરણમાં કુલ ૬ ની ત્રણ દિ' પહેલા બદલી કરી નખાઇ હતી, જેમાં કાર્યપાલક ઇજનેર જેઠવાનો સમાવેશ થાય છે, પરંતુ તેમને સસ્પેન્ડ નથી કરાયા.
વડી કચેરીએ જેમને સસ્પેન્ડ કર્યા તેમાં ડે. ઇજનેર એન. પી. ગોહેલ, જે. આર. વલેરા, એ. પી. પાનસુરીયા, ખર્ચના સુપ્રિ. કે. કે. વાગડીયા, અને સ્ટોર કીપર આર. આર. બનારનો સમાવેશ થાય છે.
ગત ફ્રેબુઆરી મહિનામાં વીજ તંત્રના સ્ટોરમાંથી મોટી માત્રામાં મટીરીયલ બહાર કઢાયેલ, જેમાં ૧રાા કિ. મી. જેટલો આરફીન કંપનીનો ઓલ એલ્યુમીનીયમ કંડકટર, કેબલ, શ્યામ સેલ કંપનીના લોખંડના ૯ મીટર ઉંચા ૩૦ નંગ પોલનો સમાવેશ થાય છે.ઉપરોકત મટીરીયલ્સ વાપરવાને બદલે ખાનગી સોલાર કંપનીને વેચી નખાવેલ, અને કૌભાંડ છૂપાવવા ગેટ પાસ, રજીસ્ટરમાં ઘાલમેલ કરાઇ, હતી, જેની ગંધ આવી જતા જેતપુરના આરટીઆઇ એકવીર્સ્ટ આરટીઆઇમાં માહિતી માંગતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. (
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
