તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Saturday, 8th August 2026
જેતપુરના પેઢલા ગામમાં બનાવઃ ચક્કર આવતાં આગાસીએથી પટકાતાં મનસુખભાઇનું મોત
ચાલીસ વર્ષિય યુવાને સારવાર દરમિયાન રાજકોટની સિવિલ હોસ્પિટમાં દમ તોડયોઃ સાદીરીયા પરિવારમાં શોક

રાજકોટ તા. ૮: જેતપુરના પેઢલા ગામે બીજા માળે અગાસી પરથી પડી જતાં યુવાનનું ગંભીર ઇજા થવાથી મોત થયું છે. આ યુવાનને જેતપુર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ આજે સવારે દમ તોડી દીધો હતો.
જાણવા મળ્યા મુજબ પેઢલા ગામે રહેતાં મનસુખભાઇ મુળજીભાઇ સાદીરીયા (ઉ.વ.૪૦) નામના યુવાન પંદરેક દિવસ પહેલા પોતાના ઘરે બીજા માળની અગાસી પર હતાં ત્યારે એકાએક ચક્કર આવતાં નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં જેતપુર હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. અહિ આજે સવારે મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જેતપુર તાલુકા પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર મનસુખભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરી છે. પોતે કડીયા કામ કરી ગુજરાન ચલાવતાં હતાં.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
