<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

કેશરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શનમાં વાંકાનેરમાં રેલ્‍વે કમિટીની બેઠકમાં પ્રદિપ મહેતાની રજૂઆત

વંદે ભારત ટ્રેન, સાપ્‍તાહિક ટ્રેનોને વાંકાનેરમાં સ્‍ટોપ આપવા રેલ્‍વે કમિટી મેમ્‍બરની માંગણી

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા.૮: રેલ્‍વે કમિટિની મીટીંગમાં સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના માર્ગદર્શનથી સૌરાષ્‍ટ્રના રેલ્‍વેના પ્રશ્‍નોની પ્રદિપભાઈ મહેતા ધ્‍વારા ધારદાર રજુઆત કરાઈ છે. જેમાં વંદે ભારત ટ્રેઈન જે હાલના સમયમાં સવારના સમયે હાપાથી અમદાવાદ દોડે છે. તે તા.૧૭-૦૮-૨૦૨૯થી તેના સમયમાં ફેરફાર કરવામાં આવે છે તેનો વિરોધ કરેલ હતો, ફેરફાર કરવાથી સ્‍ટુડન્‍ટ તેમજ વેપારીગણ જે સવારે અમદાવાદ જઈ સાંજે પરત ફરે છે, જેથી સમયમાં ફેરફાર કરવાથી મુશ્‍કેલીઓ વેઠવી પડે. સૌરાષ્ટ મેઈલ જે જુના સમય પત્રક પ્રમાણે ચાલતો હતો તે પ્રમાણે કરવા માટે રજુઆત કરવામાં આવી હતી.

રાજકોટ-મુંબઈ વચ્‍ચે દોડતી ડુરન્‍ડો એકસપ્રેસ ટ્રેઈનને વાંકાનેર તેમજ બોરીવલી ખાતે સ્‍ટોપ આપવો. રાજકોટ-દિલ્‍હી વચ્‍ચે નવી ટ્રેઈન આપવી. રાજકોટ ખાતે નવી ખીટ લાઈન મેઈનટેનન્‍સ ડેપો આપવો જે હાલ રાણાવાવને ફાળવી દેવામાં આવેલ છે. લુણસરીયા ખાતે અંન્‍ડરબ્રીજમાં તાત્‍કાલીક રોડ રીપેરીંગ કરી નાંખવા માટેની માંગણી કરાઈ છે.

વાંકાનેર જંકશન ખાતે માંગણી મુજબ સાઈન બોર્ડ લગાવી દેવામાં આવેલ છે તેમજ વેઈટીંગ રૂમમાં એ.સી. પણ લગાવવામાં આવેલ છે. વાંકાનેર જંકશનને અમળત યોજનામાં સમાવવા માટે આભાર માનેલ છે. વાંકાનેર જંકશનને માત્ર વાંકાનેર અને મોરબી બંન્ને સીટી વચ્‍ચેનું જંકશન ગણી એકસપ્રેસ ટ્રેઈનનો સ્‍ટોપ આપવા માટે માંગણી મુકેલ છે.

(11:47 AM IST)