<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

લાંચ લેનાર ગારિયાધાર તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઈજનેરને 4 વર્ષની સખ્ત કેદની સજા ફટકારતી નામદાર કોર્ટ

ભૂગર્ભ ગટર યોજનામાં મજૂરીના બિલ માટે અભિપ્રાય આપવા 21 હજારની લૉન્ચ લેતા ઝડપાયા હતા

ભાવનગર :આરોપી કિશોરભાઈ બાવનજીભાઈ ધોરાજીયા અધિક મદદનીશ ઈજનેર વર્ગ-૩, ગારીયાધાર તાલુકા પંચાયત કચેરી ભાવનગરનાઓ વિરૂધ્ધ ભાવનગર એ.સી.બી.પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.૦૨/૨૦૧૪  ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ની કલમ ૭,૧૩(૧),(ઘ),૧૩(૨) મુજબ સને ૨૦૧૪ માં લાંચ લેવા અંગેનો ગુન્હો દાખલ થયેલ હતો.

ફરીયાદીના ભુગર્ભ યોજનાના કામો મંજુર થયેલ. વર્ક ઓર્ડર મળયા બાદ મજૂરી કામ ફરીયાદીને સોપાયુ હતું કામ પુર્ણ થયા બાદ મજુરીના રૂ.૯,૨૮,૮૪૨નું બીલ તૈયાર કરી ગારીયાધાર તાલુકા પંચાયતમાં મોકલવામાં આવ્યુ હતું. બીલમાં અભિપ્રાય આપવા બાબતે ૩% લખે રૂ.૨૮,૦૦૦/-ની લાંચની માગણી કરેલ જે રકઝક ના અંતે રૂપિયા ૨૧,૦૦૦/-નક્કી થયેલ જેથી ભાવનગર એ.સી.બી.પો.સ્ટે. દ્રારા લાંચના છટકા દરમ્યાન આક્ષેપિત કિશોરભાઈ બાવનજીભાઇ ધોરાજીયા નાઓને તા.૨૫/૦૪/૨૦૧૪ ના રોજ રૂા.૨૧૦૦૦/- (એકવીસ હજાર પુરા)ની લાંચ લેતા રંગે હાથે ઝડયાયેલ.
જે કેસ નામદાર ચોથા એડીશ્નલ સેશન્સ જજ હેતલ બેન દવેની કોર્ટ ભાવનગરમાં તા.૦૭/૦૮/૨૦૨૬ ના રોજ ચાલી જતા સદરહું કેસમાં આરોપીને નામદાર કોર્ટ દ્રારા ૪ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવેલ છે.
સદરહું ગુનાના ટ્રેપિંગ અધિકારી એ.કે.પરમાર પો.ઈન્સ.ભાવનગર એ.સી.બી.પોલીસ સ્ટેશન અને તપાસ ત.ક.અધિ.એ.એ.સૈયદ પો.ઈન્સ. એ.સી.બી.પોલીસ સ્ટેશન અમરેલી નાઓ કરી રહેલ જેના સુપરવિઝન અધિકારી આર.એસ.ચૌધરી, મદદનીશ નિયામક એ.સી.બી. જુનાગઢ એકમ જુનાગઢ નાઓ હતા.

(1:53 PM IST)