તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th August 2026
જામ ખંભાળિયાના ઘી ડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાના નીર ઠલવાયા : જળ સંકટમાંથી મુક્તિની આશા સાથે ખુશીનો માહોલ : જુઓ વિડિયો
ધારાસભ્ય મૂળુભાઈ બેરા અને જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરી નર્મદાના જળના વધામણાં કરાયા

કૌશલ સવજાણી દ્વારા, જામ ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા પંથકમાં લાંબા સમયથી અનુભવાઈ રહેલી પાણીની સમસ્યા વચ્ચે સ્થાનિકો અને ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. જિલ્લાના ભાજપના નેતાઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવેલી રજૂઆતો રંગ લાવી છે અને સૌની યોજના હેઠળ આજથી જામ ખંભાળિયા નજીક આવેલા ઐતિહાસિક ઘી ડેમમાં નર્મદાના નીર ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.
મળતી વિગતો અનુસાર, કોટા ગામે આવેલા પવિત્ર કોટેશ્વર મહાદેવ મંદિર નજીક નદીમાં નર્મદાના પાણીની પાઈપલાઈન ખોલવામાં આવી હતી. આ લાઈન મારફતે નર્મદાનું પાણી નદી વાટે સીધું ઘી ડેમ સુધી પહોંચશે. ઘી ડેમમાં નર્મદાના જળની નવી આવક શરૂ થતાં જામ ખંભાળિયા શહેર તેમજ આસપાસના અનેક ગામોમાં પીવાના પાણી અને સિંચાઈના પાણીની વિકટ સમસ્યા ઉકેલાવાની મોટી આશા જાગી છે.
આ પ્રસંગે નર્મદાના નીરના પવિત્ર વધામણાં કરવા માટે ધારાસભ્ય મૂળુભાઈ બેરા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી સહિત ભાજપના અન્ય અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન-અર્ચન કરીને નર્મદાના જળને આવકાર્યા હતા.
નર્મદાનું પાણી ઘી ડેમ સુધી પહોંચતા જ સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ અને ખુશીની લહેર ફરી વળી છે. પાણીની અછતનો સામનો કરી રહેલા પંથકના ખેડૂતો માટે આ નર્મદાના નીર આશાનું કિરણ સાબિત થશે અને આગામી દિવસોમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોને પાણીનો મોટો લાભ મળશે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
