તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th August 2026
ભાવનગરમાં પુષ્ય નક્ષત્રના પાવન અવસરે નાના બાળકો માટે નિ:શુલ્ક સુવર્ણપ્રાશન સંસ્કાર કાર્યક્રમ ડો. દેવાંશીબા ગોહિલ દ્વારા યોજાશે
તા. ૧૧/૮/૨૦૨૬ મંગળવાર સાંજે ૪ થી ૬ કલાકે ઓમકારેશ્વર મહાદેવ મંદિર ગાયત્રીનગર ગુજરાત હાઉસીંગ બોર્ડ શિવાજી સર્કલ પાસે ભાવનગર ખાતે કાર્યક્રમ

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભારતીય સંસ્કૃતિમાં આર્યુવેદિક આરોગ્ય અંગે દીર્ધાઆયુષ્ય નું અમુલ્ય વિજ્ઞાન માનવામાં આવે છે. આધુનિક યુગમાં પણ આર્યુવેદ પ્રત્યે લોકોનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. બાળકોના સ્વસ્થ, શસક્ત અને સર્વાંગી વિકાસના ઉદેશ સાથે પુષ્ય નક્ષત્રના અવસરે ભાવનગરમાં ગાયત્રીનગર ખાતે નિશુલ્ક સુવર્ણપ્રાશન સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ નું આયોજન ડો.દેવાંશીબા ગોહિલ દ્વારા કરવામાં આવ્યું છે. આર્યુવેદ પરંપરા અનુસાર સુવર્ણ ભસ્મ,ઘી,મધ તથા વિશિષ્ટ ઓષધિઓના સંયોજન થી બાળકોને સુવર્ણપ્રાશન સંસ્કાર આપવામાં આવશે.
આર્યુવેદમાં સુવર્ણપ્રાશનને બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા સ્મરણશક્તિ મજબુત બનાવવા એકાગ્રતા વધારવા – બુદ્ધિ વિકાસ ને પ્રોત્સાહન આપવા તેમજ શારીરિક અને માનસિક વીકાસના સહાયક માનવામાં આવે છે, આ સંસ્કાર જન્મ થી ૧૬ વર્ષ સુધીના બાળકો માટે ની:શુલ્ક રાખવમાં આવ્યો છે.
કાર્યક્રમ દરમ્યાન બાળકોને આરોગ્ય સંબંધીત પ્રશ્નો અંગે પણ વાલીઓને નિષ્ણાત ડોક્ટર દ્વારા જરૂરી માર્ગદર્શન અને સલાહ આપવામાં આવશે.
ડો. દેવાંશીબા ગોહિલ દ્વારા ગાયત્રીનગર અને આસપાસ ના વિસ્તારો ના તમામ વાલીઓને પોતાના બાળકો સાથે ઉપસ્થિત રહી આ આર્યુવેદિક સંસ્કાર તથા માર્ગદર્શન નો લાભ લેવા નમ્ર અપીલ કરવામાં આવે છે.
કાર્યક્રમ તા. ૧૧/૮/૨૦૨૬ મંગળવાર સાંજે ૪ થી ૬ કલાકે ઓમકારેશ્વર મહાદેવ મંદિર ગાયત્રીનગર ગુજરાત હાઉસીંગ બોર્ડ શિવાજી સર્કલ પાસે ભાવનગર ખાતે યોજાશે.
(5:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
