તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th August 2026
રો-રો ફેરી મારફતે ભાવનગરમાં ઘુસાડાતો રૂ.૪.૧૭ લાખનો વિદેશી દારૂ ઝડપાયો: સુરતનો શખ્સ કાર સાથે પકડાયો
ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી પરેશ દામજીભાઈ શિયાળ (રહે. મહુવા, હાલ સુરત) ને પકડવાના બાકી

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગર રેન્જ આઈજીપી રાજેન્દ્ર વી. અસારી તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા જિલ્લામાં દારૂની બદી નાબૂદ કરવા આપેલી સખત સૂચનાના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના PI મયુરધ્વજસિંહ એમ. સરવૈયા તથા PSI આર.એ. વાઢેર, વી.સી. જાડેજા, પી.ડી. ઝાલા અને ટીમ ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઘોઘા રો-રો ફેરી સર્વિસ નજીક વોચ ગોઠવી સુરત તરફથી આવતી મહિન્દ્રા XUV કાર (નંબર: GJ-21-AQ-6408) ને અટકાવી તલાશી લીધી હતી. કારમાંથી દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવ ઉત્પાદનની દારૂની ૧૮૦ ML ની કુલ ૮૬૪ બોટલ (કિંમત રૂ. ૧,૦૭,૮૫૬/-) મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી કારચાલક આરોપી હરેશ કાનજી આસોદરીયા (ઉં.વ. ૪૯)( રહે. હાલ રોયલ ટાઉનશીપ, ખોલવાડ, તા. કામરેજ, જી. સુરત, મૂળ રહે. દેવળા, તા. ગોંડલ) ની અટકાયત કરી રૂ. ૩ લાખની કાર, રૂ. ૧૦ હજારનો મોબાઈલ તથા દારૂ મળી કુલ રૂ. ૪,૧૭,૮૫૬/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી પરેશ દામજીભાઈ શિયાળ (રહે. મહુવા, હાલ સુરત) ને પકડવાના બાકી દર્શાવી ઘોઘા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
(5:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
