<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

જામનગરના મસીતીયાગામની સીમમાં જાહેરમા જુગાર રમતા આઠ સ્ત્રી પુરૂષોને રોકડ 73.500 - ફોરવ્હીલ કાર, મો.સા.સહીત કુલ રૂ. ૧૦,૨૮,૫૦૦/- સાથે પકડી પાડતી જામનગર એલ.સી.બી.

પોલીસે બાતમીના આધારે સીમમાં વાડીના શેઢે જાહેરમા ગંજીપતાના વડે જુગાર રમતા સ્ત્રી-પુરુષોને ઝડપી લીધા

જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નિર્લિપ્ત રાય (IPS) નાઓ ધ્વારા પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) નાઓએ જામનગર જીલ્લામાથી દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા સારૂ પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા સુચના કરતા એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. વી.બી.ચૌધરીનાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઈ. એમ.વી.ભાટીયા તથા માણસો જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના અજયભાઈ વીરડા તથા સુમિતભાઈ શિયારને મળેલ ખાનગી સંયુકત બાતમી હકિકત આધારે જામનગર તાલુકાના મસીતીયાગામ ની સીમમાં સીદીકભાઈ દોસમામદ ખફીની વાડીના શેઢે જાહેરમા ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો પૈસાની હારજીતનો જુગાર રમતા નીચે લખ્યા નામ વાળા આરોપીઓના કબ્જા માંથી રોકડ રૂ. ૭૩,૫૦૦/- ગંજીપતાના પાના નંગ-૫૨ કિ.રૂ. ૦૦/૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૭ કિ.રૂ. ૩૫,૦૦૦/- તથા ક્રેટા કાર-૧ કિ.રૂ. ૮,૦૦,૦૦૦/- તથા મોટર સાયકલ-૩ કિ.રૂ. ૧,૨૦,૦૦૦/- મળી કુલ રૂ. ૧૦,૨૮,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધ પો. કોન્સ. ભયપાલસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેડ કોન્સ. ક્રિપાલસિંહ જાડેજા નાઓએ જુગારધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.

  પકડાયેલ આરોપીઓઃ-
૧) સીદીકભાઈ દોસમામદ ખફી રહે. મસીતીયાગામ, સીમ વિસ્તાર તા.જી.જામનગર
૨) આદમભાઈ જુમાભાઈ ખફી રહે. મસીતીયાગામ, ટાવરની બાજુમા તા.જી.જામનગર
3) જાવીદભાઈ નુરમામદ ખફી રહે. મસીતીયાગામ તા.જી.જામનગર
૪) અબ્દુલભાઇ બાવાભાઈ ધોધા રહે. સખપુરગામ, મસ્જીદની બાજુમા તા.જામજોધપુર જી.જામનગર
૫) ઇકબાલભાઈ મુગરભાઈ નોયડા રહે. વીરપુરગામ તા.જામજોધપુર જી.જામનગર
૬) ઇમરાનભાઇ હનીફભાઈ ખફી રહે. મસીતીયાગામ તા.જી.જામનગર
૭) રસુલભાઈ હબીબભાઈ કટીયા રહે. બેડેશ્વર, ખોળમીલ ની ચાલી, જામનગર
૮) કાજલબેન ડો/ઓ મનુભાઈ માલદે રહે. દિ.પ્લોટ-૫૮, મેઘજી પેથરાજ સ્કુલની પાછળ, જામનગર
પકડવાના બાકી આરોપીઓ:-
૧) જુમાભાઈ ઉમરભાઈ ખફી સુમરા રહે. મસીતીયાગામ તા.જી.જામનગર
૨) અખ્તરભાઈ અનવરભાઈ ખફી સુમરા રહે. મસીતીયાગામ તા.જી.જામનગર
આ કાર્યવાહી પો.ઇન્સ.વી.બી.ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઈ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, ભયપાલિંહ જાડેજા,ભરતભાઈ ડાંગર, કિશોરભાઈ પરમાર, સુમીતભાઈ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઈ વીરડા,ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્રારા કરવામા આવેલ છે.

(12:09 AM IST)