તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th August 2026
ધ્રોલ ગાયત્રીનગરમા અંજુમન ખોજાના મકાન પાસે જાહેરમા જુગાર રમતા ૭ લોકોને કુલ કી.રૂ.૩૫,૧૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ધ્રોલ પોલીસ
પોલીસે બાતમીના આધારે ધ્રોલ ગાયત્રીનગરમા અંજુમન ખોજાના મકાન પાસે જાહેરમા રોન પોલીસ નામનો જુગારરમતા જુગારીઓને ઝડપી લીધા

જામનગર : નાયબ પોલીસ મહાનીરીક્ષક રાજકોટ રેન્જના નીર્લીપ્ત રાયનાઓ દ્રારા પ્રોહીબીશન તથા જુગારના કેશો શોધી કાઢવા જણાવેલ જેથી જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક ડૉ. રવિ મોહન સૈનીનાઓએ જામનગર જીલ્લામાંથી દારૂ/ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અસરકારક કાર્યવાહી કરવા સુચના કરવામા આવેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક જામનગર ગ્રામ્ય વિભાગના પિયુશ વાંદાની સુચના થી I/C પો.ઈન્સ. પી.એન. ખાચરનાઓના માર્ગદશનથી ધ્રોલ પો.સ્ટે.ના સ્ટાફના માણસો ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારની ગેરકાયદેસરની પ્રવૃતિ નાબુત કરવા સારૂ પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન પો. હેડ કોન્સ. સી.જે.જાડેજા નાઓને મળેલ ખાનગી બાતમી હકિકત આધારે ધ્રોલ ગાયત્રીનગરમા અંજુમન ખોજાના મકાન પાસે જાહેરમા રોન પોલીસ નામનો જુગાર રમતા નીચે જણાવેલ નામવાળા ઇસમો ના કબ્જામાંથી રોકડા રૂપિયા ૩૫,૧૦૦/- તથા ગંજીપતાના પાના નંગ-પર કી.રૂ.૦૦/૦૦ કબ્જે કરી, મજકુર આરોપીઓને પકડી પાડી, મજકુર આરોપીઓ વિરૂધ્ધ ધ્રોલ પો.સ્ટે. માં જુગાર ધારા કલમ ૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપી
(૧) અરવિંદભાઇ મનસુખભાઇ અઘેરા રહે.ગાયત્રીનગર રામદેવપીરના મંદિર પાસે ધ્રોલ તા.ધ્રોલ
(૨) ભરતભાઇ કુરજીભાઇ મકવાણા રહે.ગાયત્રીનગર રામાપીરના મંદિર પાછળ ધ્રોલ તા.ધ્રોલ
(3) જયેશભાઇ ગોવિંદભાઇ ડઢાણીયા રહે.પ્લોટ વિસ્તાર જાયવા ગામ તા.ધ્રોલ
(૪) ઓસમાણભાઇ આરબીભાઇ સુમારીયા રહે.ગાયત્રીનગર ગાયત્રી મંદિરની બાજુમા ધ્રોલ તા.ધ્રોલ
(૫) શૈલેષભાઇ રમેશભાઇ કાઠીયા રહે.ગાયત્રીનગર રામાપીરના મંદિર પાછળ ધ્રોલ તા.ધ્રોલ
(૬) વિજયભાઇ રમેશભાઇ કાઠીયા રહે.ગાયત્રીનગર રામાપીરના મંદિર પાછળ ધ્રોલ
(૭) કમલેશભાઇ ઉર્ફે રામકો મગનભાઇ રાઠોડ રહે.ગાયત્રીનગર રામાપીરના મંદિર પાછળ ધ્રોલ તા.ધ્રોલ
આ કાર્યવાહી ધ્રોલ પો.સ્ટે. ના I/C પો.ઈન્સ. પી.એન. ખાચર માર્ગદર્શન હેઠળ પો. હેડ કોન્સ. સી.જે.જાડેજા તથા પો. હેડ કોન્સ જે.ડી.ગોગરા તથા પો.કોન્સ. કિશોરભાઈ ધરમશીભાઈ ડાભી વિગેરે દ્રારા કરવામા આવેલ છે.
(12:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
