<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

અર્જૂનભાઈ મોઢવાડીયાના અધ્‍યક્ષ સ્‍થાને ધ્રોલના ઐતિહાસિક ભૂચરમોરી જામનગર જિલ્‍લા કક્ષાના ‘સ્‍વાતંત્ર્ય પર્વ'ની ભવ્‍ય ઉજવણી કરાશે

જામનગર જિલ્‍લા કલેક્‍ટર પી.બી. પંડયાના અધ્‍યક્ષસ્‍થાને પૂર્વ તૈયારીઓ અંગેની સમીક્ષા બેઠક યોજાઈઃ તમામ વિભાગોને સમયબદ્ધ સુચારુ આયોજન કરવા કલેક્‍ટરની સુચના

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૦: આગામી ૧૫મી ઓગસ્‍ટ, ૨૦૨૬ના રોજ જામનગર જિલ્‍લાના ધ્રોલ તાલુકા સ્‍થિત ઐતિહાસિક ભૂચરમોરી ખાતે જિલ્‍લાના પ્રભારી મંત્રી અને રાજ્‍યના વન અને પર્યાવરણ મંત્રી અર્જૂનભાઈ મોઢવાડીયાના અઘ્‍યક્ષ સ્‍થાને જિલ્‍લા કક્ષાના રાષ્ટ્રીય પર્વ 'સ્‍વાતંત્ર્ય દિન'ની ભવ્‍ય અને ગૌરવપૂર્ણ ઉજવણીનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ ઉજવણીને યાદગાર, સુચારુ અને શિસ્‍તબદ્ધ બનાવવાના હેતુથી જિલ્‍લા કલેક્‍ટર પી.બી. પંડ્‍યાના અધ્‍યક્ષસ્‍થાને કલેક્‍ટર કચેરી ખાતે સંબંધિત વિભાગોના અધિકારીઓની પૂર્વ તૈયારીઓ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કલેક્‍ટર  પી.બી.પંડ્‍યાએ રાષ્ટ્રીય પર્વની ઉજવણી સંદર્ભે વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવનાર કામગીરીની વિભાગવાર ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તેમણે તમામ આવશ્‍યક વ્‍યવસ્‍થાઓ સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપ્‍યા હતા.

આ બેઠકમાં જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી નિશા, નિવાસી અધિક કલેક્‍ટર  વિમલ ચૌધરી સહિત જિલ્‍લાના વિવિધ અમલીકરણ વિભાગોના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા અને કામગીરીની રૂપરેખા રજૂ કરી હતી.

(10:36 AM IST)