<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

ટોકન વગર માછીમારી કરતા સલાયાના છ માછીમારો

ખંભાળિયા, તા.૧૦:  તાલુકાના સલાયા ગામે દરિયાઈ સુરક્ષા તેમજ મંજૂરી વગર થતી માછીમારી સામે કરવામાં આવેલી કાર્યવાહીમાં એસઓજી વિભાગના પી.આઈ. વીએ. રાણા તેમજ તેમની ટીમ દ્વારા કાર્યવાહી કરાઈ હતી. જેને અનુલક્ષીને સલાયા નજીક આવેલા શફી ઢોરો તેમજ ચુડેશ્વર જેટી વિગેરે સ્‍થળોએ કરવામાં આવેલી કાર્યવાહીમાં સલાયામાં રહેતા રહેતા સુલતાન રજાક આલી ભટ્ટી, સબ્‍બીર ઈબ્રાહીમ કાસમ ગંઢાર, હમીદ અબ્‍બાસ કરીમ ગજીયા, મહમદ આરીફ સાલેમામદ સુંભણીયા, મહમદ અલી કાસમ તુરક અને તસ્‍લીમ ઓસમાણ સંઘાર નામના છ માછીમારોને એસ.ઓ.જી. પોલીસે હાલ દરિયામાં માછીમારી કરવા સામે ઙ્કતિબંધ હોવા વચ્‍ચે દરિયામાં માછીમારી કરતા ઝડપી લઈ, બીએનએસ તેમજ ગુજરાત ફીશરીઝ એક્‍ટની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના પી.એસ.આઈ. વી.એન. સિંગરખીયા, તથા સ્‍ટાફના મહંમદભાઈ બ્‍લોચ, પળથ્‍વીરાજસિંહ વાઘેલા, કિશોરસિંહ જાડેજા, વજાભાઈ લાંબરીયા અને પબુભાઈ માયાણી દ્વારા કરવામાં આવી હતી.

(10:43 AM IST)