તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th August 2026
ઓખામાં ખાનગી બસમાં નવસારીના માછીમાર યુવાનને હાર્ટએટેક

જામ ખંભાળિયા, તા.૧૦: નવસારી તાલુકાના છાપરા વિસ્તારમાં રહેતા ધર્મેશભાઈ બચુભાઈ રાઠોડ નામના ૩૭ વર્ષના માછીમાર યુવાન ગત તા. ૭ ના રોજ નવસારીથી એક ખાનગી ટ્રાવેલ્સની બસમાં બેસીને ઓખા ખાતે આવી રહ્યા હતા. ત્યારે ટ્રાવેલ્સની બસમાં સીટ પર સૂતેલી હાલતમાં કોઈ પણ સમયે તેમને હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મળત્યુ નિપજ્યું હોવાનું ખુલવા પામ્યું છે. જે અંગે ઓખા મરીન પોલીસે બળવંતભાઈ કાનજીભાઈ ટંડેલની નોંધ પરથી જરૂરી કાર્યવાહી કરી હતી.
ખંભાળિયા, દ્વારકામાં ત્રણ સ્થળોએ જુગાર દરોડામાં ૧૧ ઝડપાયા
ખંભાળિયાના ગાયત્રી નગર વિસ્તારમાં રહેતા અને કેળાની વખાર ધરાવતા સંદીપ પરસોતમભાઈ નાગર નામના ૪૦ વર્ષના શખ્સ એ પોતાના અંગત ફાયદા માટે પોતાની વખારમાં નાલ ઉઘરાવીને ચલાવાતા જુગારના અખાડા પર પોલીસે દરરોજ પાડયો હતો. આ સ્થળેથી પોલીસે સંદીપ પરસોતમ નાગર, જીતેન્દ્રસિંહ હેમતસિંહ વાળા, ખેરાજ જેસા કારીયા અને ભીખુ રાયા ધારાણી નામના ચાર શખ્સોને રૂ. ૨૧, ૧૦૦ ની રોકડ રકમ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.
અન્ય એક કાર્યવાહીમાં દ્વારકા પોલીસે આકાશ અશોક દેવીપુજક અને સંજય જાદવ વાઘેલાને ચલણી નોટોના નંબર ઉપર એકીબેકીનો જુગાર રમતા ઝડપી લીધા હતા.
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
