<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

ગુજરાતમાં વરસાદ વરસાવશે?

બંગાળની ખાડીની પશ્ચિમ તરફ આવી રહેલી સીસ્‍ટમ્‍સ : ૧પ ઓગસ્‍ટ પહેલા રાજયમાં સાર્વત્રિક રાઉન્‍ડ તો નહીં થાય પણ...

વાંકાનેર તા. ૧૦ :.. આઇએમડીના લોંગ ફોરકાસ્‍ટ મોડેલ મેપ્‍સમાં હાલની બંગાળની ખાડીમાંથી ઉદ‌ભવેલ લો-૪રેસર સીસ્‍ટમ્‍સ થોડી નબળી પડી, પヘમિ તરફ આગળ વધી દેશના મધ્‍ય સુધી પહોંચી બાદમાં આ સીસ્‍ટમ્‍સ પાડોશી રાજય રાજસ્‍થાન પણ સારી રીતે ભીંજવશે તેવું આ મોડેલ મેપ્‍સમાં જોવા મળે છે. તે મુજબ ગુજરાતમાં આ સીસ્‍ટમ્‍સથી ખાસ કોઇ વરસાદી લાભ નહી. મળે તે પણ સ્‍પષ્‍ટ જોવા મળે છે. જો કે એફએસએલ, જીએફએસ મોડેલોમાં આ સીસ્‍ટમ્‍સથી દક્ષિણ ગુજરાત (ગુજરાત રીઝન)માં ભારે વરસાદ વરસાવશે. અને સૌરાષ્‍ટ્રમાં હળવા-મધ્‍યમ વરસાદની સંભાવના જોવા મળે છે.

આ સીસ્‍ટમ્‍સના વિડ્રો-વિલય થયા બાદ મોન્‍સૂન ટ્રફ જે ઉતરથી થોડી નીચે આવી હતી તે ફરી ઉત્તર તરફ ઉપર ચાલી જેથી ઉત્તરના અને પૂર્વોતરના રાજયોમાં ભારે વરસાદ વરસતો રહેશે. ટ્રફ ઉતર તરફ ઉપર જવાને કારણે દેશના ઘણા રાજયોમાં બ્રેક મોન્‍સૂન કન્‍ડીશન જોવા મળશે. તેવું મૌસમ તક વેધર ચેનલના દેવેન્‍દ્ર ત્રિપાઠી જણાવે છે.

(11:19 AM IST)