તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 10th August 2026
વાંકાનેરના સમથેરવા ગામના હત્યા કેસમાં પકડાયેલ છ આરોપીઓના રીમાન્ડ મેળવવા તજવીજ
મોરબી એલસીબીએ ૪ મહિના પુર્વેના હત્યા કેસનો ભેદ ઉકેલાયોઃ ચોરીના ઇરાદે આવ્યાની શંકાએ અજાણ્યા વ્યકિતને પતાવી દઇ લાશ ફેંકી દીધી'તી

તસ્વીરમાં પકડાયેલ આરોપીઓ (નીચે બેઠેલ) સાથે મોરબી એલસીબીનો સ્ટાફ તથા હત્યામાં વપરાયેલ કાર નજરે પડે છે. (તસ્વીરઃ લિતેશ ચંદારાણા-વાંકાનેર)
(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા., ૧૦: વાંકાનેરના સમથેરવા ગામની સીમમાં ૪ માસ પુર્વે અજાણ્યા વ્યકિતની હત્યા કરાયેલ હાલતમાં મળેલ લાશની રહસ્યમયી ઘટના ઉપરથી મોરબી એલસીબીએ પડદો ઉંચકી હત્યામાં સામેલ ૬ શખ્સોની ધરપકડ કરી રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાંથી તા. ૮ એપ્રિલ, ૨૦૨૬ના રોજ અજાણ્યા પુરુષની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવ્યા બાદ નોંધાયેલા વણશોધાયેલા હત્યા કેસનો મોરબી LCB, પેરોલ-ફર્લો સ્કવોડ તથા ટેકનિકલ સેલની ટીમે ચાર મહિનાની સતત અને ઝીણવટભરી તપાસ બાદ ભેદ ઉકેલી કાઢયો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા કુલ છ આરોપીઓને સંદીપભાઈ ધનજીભાઈ ખાલરીયા, રહે. મોરબી, શનાળા રોડ, ઉમિયા સર્કલ પાસે, ઉમિયાનગર એલીસભાઈ જસમતભાઈ ઉર્ફે જયંતીભાઈ ખાલરીયા, રહે. લટાવદર, તા.જી. મોરબી દિવ્યેશભાઈ ગોવિંદભાઈ ખાલરીયા, રહે. લટાવદર, તા.જી. મોરબી મન્નુ ઉર્ફે વરુણ રૈયાભાઈ ગોલતર, રહે. રફાળેશ્વર, તા.જી.મોરબી રાજેશભાઈ રમેશભાઈ ડાભી, રહે. ભડીયાદ, તા.જી. મોરબી રાજીવ ઉર્ફે રાજુ કામેશ્વરપ્રસાદ શ્રીવાસ્તવ, રહે. રસુલપુર, તા. અમનૌર, જી. છપરા, બિહારને ઝડપી લીધા છે.
પોલીસની તપાસ મુજબ મળતક આરોપી સંદીપભાઈ ખાલરીયાના મકાનમાં ચોરીના ઇરાદે પ્રવેશ્યો હોવાની શંકા બાદ બંને વચ્ચે માથાકૂટ થઈ હતી. ત્યારબાદ આરોપીએ પોતાના ડ્રાઇવર રાજેશભાઈ ડાભીને બોલાવી મળતકને ઇનોવા કારમાં બેસાડ્યો હતો અને માથક નજીક આવેલા સોલાર ફાર્મ ખાતે લઈ જવામાં આવ્યો હતો. ત્યાં અન્ય માણસો સાથે મળીને મળતકને PVC પાઇપથી માર મારવામાં આવ્યો હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે. બાદમાં મળતદેહને સમથેરવા ગામની સીમમાં અવાવરુ જગ્યાએ ફેંકી દેવાયો હોવાનો પોલીસનો દાવો છે. આ ગુનામાં પોલીસે ઇનોવા કાર નંબર GJ-36-L-9881, કિંમત રૂા.૧૦ લાખ તથા ૮ મોબાઇલ ફોન, કિંમત રૂા.૧.૧૦ લાખ, મળી કુલ રૂા. ૧૧.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કબજે કર્યો છે. પકડાયેલ આરોપીઓને રીમાન્ડ ઉપર લેવા તજવીજ હાથ ધરાઇ છે.
આ કાર્યવાહીમાં એસ.પી. જાડેજા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, LCB મોરબી, બી.ડી. ભટ્ટ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, LCB મોરબી, વી.જી. માલાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પેરોલ-ફર્લો સ્કવોડ મોરબી, તેમજ LCB, પેરોલ-ફર્લો સ્કવોડ અને ટેકનિકલ સેલના સ્ટાફ જોડાયેલા હતા.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
