તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th August 2026
ધ્રોલના ભૂચરમોરી પાસે ૩૦ વર્ષ જૂની જર્જરિત પાણીની ટાંકી જમીનદોસ્ત કરાઈ

ધ્રોલઃ નજીક આવેલ ભૂચરમોરી પાસે ‘સ્કીમ-આજી-૩ RWSS’ હેઠળ વર્ષ ૧૯૯૬-૯૭ના સમયગાળામાં નિર્માણ પામેલી ૫.૫ લાખ લીટરની ક્ષમતા ધરાવતી જૂની પાણીની ટાંકીને પાણી પુરવઠા વિભાગ દ્વારા સફળતાપૂર્વક ડીમોલિશ (જમીનદોસ્ત) કરવામાં આવી છે. મુજબ, આ વિસ્તારમાં નવી પાણીની ટાંકી (ESR) તૈયાર થઈ ચૂકી હોવાથી આ આશરે ૩૦ વર્ષ જૂની ટાંકી લાંબા સમયથી બિનઉપયોગી બની ગઈ હતી. ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી ભવિષ્યમાં કોઈ હોનારત કે અકસ્માત ન સર્જાય તે માટે સુરક્ષા અને સલામતીના આગોતરા પગલારૂપે તંત્ર દ્વારા તેને સુરક્ષિત રીતે પાડી નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.નવી ટાંકી કાર્યરત થઈ જતાં જૂની જર્જરિત ટાંકી જોખમી બની હતી, જેથી પાણી પુરવઠા વિભાગે તકેદારીના ભાગરૂપે આ ડીમોલિશન હાથ ધર્યું હતું. (તસ્વીરઃ સંજય ડાંગર ધ્રોલ)
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
