<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

પતિએ વતનમાં જવાની ના પાડતા ધ્રાંગડા ગામે અને ઝઘડાથી માઠુ લાગી આવતા પરિણિતાનો આપઘાત

મોટા ખાવડી પાસે રસ્‍તો ઓળંગતા આઘેડનું અને કાલાવાડ પાસે અજાણ્‍યા વાહન હડફેટે બાઇક ચાલકના મોતઃ ખાન કોટડા ગામે જનાવર કરડી જતા વૃધ્‍ધ અને જામનગરમાં વિજ શોક લાગતા યુવાનના મૃત્‍યુ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૦ : ધ્રાંગડા ગામે રમેશભાઈ હીરજીભાઈ ગડારાની વાડીમાં રહેતા વિકેશભાઈ રેવનભાઈ બાંભણીયા, ઉ.વ.ર૪ વાળા એ પંચ ભબીભ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે,  મલ્‍કીબેન વિકેશભાઈ રેવનભાઈ બાંભણીયા તે ડો/ઓ. પ્રેમશાભાઈ રળુભાઈ વાસનીયા, ઉ.વ.ર૩ વાળા ને પોતાના વતનમાં આંટો મારવા જવું હોય અને જાહેર કરનાર તેના પતિ વિકેશભાઈ પાસે પૈસા ન હોય જેથી હાલ દેશમાં જવાની ના પાડતા માઠુ લાગી આવતા જાહેર કરનાર વિકેશભાઈના મરણજનાર પત્‍ની મલ્‍કીબેને ઝેરી દવા પી લેતા મૃત્‍યુ પામેલ છે.

ખંભાળીયા તાલુકાના મોવાણ ગામે રહેતા ભીખાભાઈ રામભાઈ જોગલ, ઉ.વ.૪પ વાળા એ પંચ બી પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે,  હદુભાઈ રામભાઈ જોગલ, ઉ.વ.૪ર, રે. અયોઘ્‍યાનગર, જામનગરવાળા ના પત્‍ની અંજુબેન ગામડે આટો મારવા જવા બાબતે કહેતા મરણજનાર હદુભાઈને થોડા દિવસ પછી જશુ તેમ કહેતા બંન્‍ને વચ્‍ચે બોલાચાલી થતા મરણજનાર હદુભાઈને લાગી આવતા વહેલી સવારના પોતાના ઘરનો દરવાજો બહારથી બંધ કરી મોટરસાયકલ લઈ નીકળી જઈ જામનગરથી લાખાબાવળની વચ્‍ચે રેલ્‍વે પોલ નં.૮૩૪/ર૪-ર૬ ના રેલ્‍વેના પાટા ઉપર માલગાડી ની આગળ પડતુ મુકી આત્‍મહત્‍યા કરેલ છે.

મેઘપર(પડાણા) પોલીસ સ્‍ટેશનમાં અમનભાઈ વિજયભાઈ રાઠોડ, ઉ.વ.રર, રે. ૧પ/બી, સોરાષ્‍ટ્ર સોસાયટી, લુહાણા વિધાર્થી ભવનની સામે, ભુદરપુરા રોડ, આંબાવાડી અમદાવાદ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે,  મોટી ખાવડી ગામની સીમ વિસ્‍તારમાં આવેલ પાયલ ધારની ગોલાઈ પાસે ફરીયાદી અમનભાઈના પિતા વિજયભાઈ મોહનભાઈ રાઠોડ, ઉ.વ.૪૬ વાળા રોડ ક્રોસ કરતા હોય તે સમયે આરોપી મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૩૭-આર-૩૩૩૦ નો ચાલક ફરીયાદી અમનભાઈના પિતા વિજયભાઈને હડફેટે લઈ માથામા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ કરી ફરીયાદી અમનભાઈ ના પિતા વિજયભાઈનું મોત નિપજાવી આરોપી મોટરસાયકલ ચાલક નાશી જઈ ગુનો કરેલ છે.

અજાણ્‍યા વાહન ચાલકે મોટરસાયલકને હડફેટે લેતા મોત

કાલાવડ પોલીસ સ્‍ટેશનમાં પ્રેમજીભાઈ આલાભાઈ કેશાભાઈ ચોહાણ, ઉ.વ.પ૭, રે. સરવાણીયા ગામ, પાદરમાં, તા.કાલાવડવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી પ્રેમજીભાઈના દિકરા લક્ષ્મણભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ, ઉવ.૩ર વાળો ઘરેથી પોતાનું સ્‍પેલન્‍ડર પ્‍લસ મોટરસાયકલ જી.જે.૧૦-બીપી-ર૮૦ર વાળુ લઈને રાજસ્‍થળી ગામે તેના સસરાની તબીયત ખરાબ હોય જેથી ત્‍યાં જતો હોય જે દરમ્‍યાન રાજકોટ રોડ ઉપર મધુરમ હોસ્‍પિટલ પછીની ગોલાઈ પાસે પહોંચતા કોઈ અજાણ્‍યા વાહનના ચાલકે પોતાના હવાલાનું કોઈ અજાણ્‍યુ વાહન પુરઝડપે, ચલાવી ફરીયાદી પ્રેમજીભાઈના દિકરા લક્ષ્મણભાઈ ના મોટરસાયકલને હડફેટે લેતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ કરી તથા જમણા પગમાં ઈજા કરી લક્ષ્મણભાઈનુ મોત નિપજાવી પોતાનું વાહન લઈ નાશી જઈ ગુનો કરેલ છે.

અહીં રણજીતસાગર રોડ, ચુનાનો ભઠ્ઠો ઢોલીયાપીરની દરગાહ આગળ રહેતા રવજીભાઈ મગનભાઈ ઢાપા, ઉ.વ.૪પ વાળા એ સીટી ભએભ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, મરણજનાર કૌશલ રવજીભાઈ ઢાપા, ઉ.વ.રર વાળા પોતાના ઘરે તેની નાળીયેરની રેકડીમા હોલ પાડવાના હોય જેથી ડ્રીલ મશીનથી હોલ પાડવા જતા ડ્રીલ મશીનની સ્‍વીચ ચાલુ કરતા મરણજનાર કૌશલને વિજ શોર્ટ લાગતા પડી જતા કંઈ બોલતા ન હોય જેથી સારવારમાં લઈ જતા મૃત્‍યુ પામેલ છે.

અહીં રણજીતસાગર રોડ, ગોકુલ દર્શન શેરી નં.૧, જામનગરમાં રહેતા નિકુંજભાઈ ભીમજીભાઈ વાટલીયા, ઉ.વ.૩૩ વાળા એ કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૩૧-૭-ર૦ર૬ ના મરણજનાર ભીમજીભાઈ પાચાભાઈ વાટલીયા, ઉ.વ.૬પ, રે. ખાન કોટડા ગામ, તા.કાલાવડવાળા ને ખાનકોટડા ગામે પોતાની વાડીએ કોઈ ઝેરી જનાવર કરડી જતા સારવારમાં લાવતા મરણ ગયેલ છે.

જુગાર રમતા ચાર ઝડપાયા

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં દેવેન્‍દ્રસિંહ ગણપતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ગુલાબનગર  પોલીસ ચોકી પાછળ, દેવીપુજક વાસમાં આરોપીઓ ગુલામહુશેન ઉર્ફે ગુલાભાઈ અલીભાઈ શેખ, નવીનભાઈ નાથાભાઈ ચુડાસમા, અલ્‍તાફભાઈ ઓસમાણભાઈ શેખ, હારૂનભાઈ હુશેનભાઈ પરમાર હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૯૮૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ગુલાબનગર પોલીસ ચોકી પાછળ કાટછાપ નામનો જુગાર રમતા પાંચ ઝડપાયા

 અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. તજનિક કિશોરભાઈ પાંભર એ ફરીયાદ નોંધાવી છે કે, ગુલાબનગર  પોલીસ ચોકી પાછળ, દેવીપુજક વાસમાં આરોપીઓ કિશનભાઈ બાબુભાઈ સોલંકી, અજયભાઈ સુરેશભાઈ ચુડાસમા, ધર્મેશભાઈ ખનુભાઈ રાઠોડ, ગોવિંદભાઈ બાબુભાઈ સોલંકી, હરીશભાઈ બાબુભાઈ પરમાર એ કાટછાપ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૭૮૦૧/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ત્રણ બોટલ સાથે ઝડપાયો : એક ફરાર

પંચ એ પોલીસ સ્‍ટેશનમાં એલ.સી.બી.ના કોન્‍સ. મયુરસિંહ જટુભા પરમાર એ ફરીયાદ નોધાવી છે કે, ભલસાણ ગામે આહીર વાડી સામે આરોપી બ્રિજરાજસિંહ સુખદેવસિંહ ગોહીલ એ પોતાના કબ્‍જાની ફોરવ્‍હીલ કારમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-૩, કિંમત રૂ.૧ર૦૦/- ની સાથે રાખી ઝડપાઈ ગયેલ છે તથા આરોપી સન્‍નીભાઈ વર્મા ફરાર થઈ ગયેલ છે.

લખતર સીમમાં જુગાર

રમતા નવ ઝડપાયા

જોડીયા પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. મીતેષભાઈ કાનજીભાઈ પટેલ એ ફરીયાદ નોંધાવી છે કે,  લખતર સીમ, તા.જોડીયામાં આરોપીઓ હેમરાજભાઈ શીવાભાઈ મોતીભાઈ ભાલોડીયા, સુખાભાઈ મેઘજીભાઈ ઘેટીયા, કાન્‍તીભાઈ ગંગારામભાઈ સંતોકી, પ્રવિણભાઈ અમૃતભાઈ નીમાવત, જીગ્નેશભાઈ મોહનભાઈ નાગપરા, નીલેશભાઈ ગીરધરભાઈ ભીમાણી, અજયભાઈ મનજીભાઈ ગોદવાણી, નરભેરામ ટપુભાઈ ગડારા, લાભુભારતી ગોસાઈ રોકડા રૂ.૩,૩પ,૯૦૦/- તથા મોટરસાયકલ નંગ-૩, કિંમત રૂ.૧,૦૦,૦૦૦/- ઈકો કાર કિમંત રૂ.પ,૦૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૮, કિમંત રૂ.૯૦,૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૧૦,રપ,૯૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે

(12:16 PM IST)