તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th August 2026
જામનગરના મીસતીયાગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા બાઠસ્ત્રી પુરૂષો ઝડપાયા

જામનગરઃ તાલુકાના મસીતીયાગામ ની સીમમાં સીદીકભાઈ દોસમામદ ખફીની વાડીના શેઢે જાહેરમા જુગાર રમતા રોકડ રૂ. ૭૩,૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૭ કિ.રૂ. ૩૫,૦૦૦/- તથા ક્રેટા કાર-૧ કિ.રૂ. ૮,૦૦,૦૦૦/- તથા મોટર સાયકલ-૩ કિ.રૂ. ૧,૨૦,૦૦૦/- મળી કુલ રૂ. ૧૦,૨૮,૫૦૦/- ના મુદામાલ સાથે (૧) સીદીકભાઈ દોસમામદ ખફી રહે. મસીતીયાગામ, સીમ વિસ્તાર (ર) આદમભાઈ જુમાભાઈ ખફી રહે. મસીતીયાગામ, ટાવરની બાજુમા (૩) જાવીદભાઈ નુરમામદ ખફી રહે. મસીતીયાગામ (૪) અબ્દુલભાઈ બાવાભાઈ ધોધા રહે. સખપુરગામ, મસ્જીદની બાજુમા તા.જામજોધપુર (૫) ઇકબાલભાઈ મુગરભાઈ નોયડા રહે. વીરપુરગામ તા.જામજોધપુર (૬) ઈમરાનભાઈ હનીફભાઇ ખફી રહે. મસીતીયાગામ (૭) રસુલભાઈ હબીબભાઈ કટીયા રહે. બેડેશ્વર, ખોળમીલ ની ચાલી, (૮) કાજલબેન ડો/ઓ મનુભાઈ માલદે રહે. દિ.પ્લોટ-૫૮, મેઘજી પેથરાજ સ્કુલની પાછળ, જામનગર ને ઝડપી લીધા હતા. જયારે (૧) જુમાભાઈ ઉમરભાઈ ખફી સુમરા (૨) અખ્તરભાઈ અનવરભાઈ ખફી સુમરા રહે. મસીતીયાગામ નાસી ગયા હતા. આ કાર્યવાહી પો.ઇન્સ. વી.બી.ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઈ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઈ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, ભયપાલિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, કિશોરભાઈ પરમાર, સુમીતભાઈ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઇ વીરડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામા આવેલ છે
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
