તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th August 2026
ખંભાળિયામાં જીએસપીએલ ગેસ પાઇપલાઇન મુદ્દે 11 દિવસનું ખેડૂત આંદોલન આજે પૂર્ણ : સાંસદ પૂનમબેન માડમની ખાતરી : યોગ્ય વળતર ચૂકવીને જ કામ શરૂ થશે
સાંસદ પૂનમબેન માડમ અને સ્થાનિક ધારાસભ્યનું વલણ ખેડૂતોના હિતમાં ખૂબ સારું સાબિત થયું, તેમના હસ્તક્ષેપથી ખેડૂતોને વળતરનો પ્રશ્ન વાજબી રીતે ઉકેલાશે : ખેડૂતો ખુશ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૦ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં જીએસપીએલ કંપની દ્વારા ગેસ પાઇપલાઇન નાખવાના મુદ્દે ચાલી રહેલું ખેડૂતોનું 11 દિવસનું આંદોલન આજે પૂર્ણ કરવામાં આવ્યું છે. આંદોલનકારી ખેડૂતોએ જાહેરાત કરી છે કે આવતીકાલથી તેઓ આંદોલન સમાપ્ત કરશે અને આજે છેલ્લો દિવસ છે.
સાંસદ પૂનમબેન માડમે ખેડૂતોને ખાતરી આપી છે કે ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવ્યા બાદ જ કંપની દ્વારા કામ શરૂ કરવામાં આવશે. સાંસદની આ સૂચના અને ખાતરીના પગલે ખેડૂતોએ આંદોલન પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે. ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે ભવિષ્યમાં આ મુદ્દે કોઈ પ્રશ્ન ઉભો થશે તો ફરીથી બેઠક કરીને નિર્ણય લેવામાં આવશે.
ખેડૂતોએ જણાવ્યું કે આ સમગ્ર પ્રશ્નમાં સાંસદ પૂનમબેન માડમ અને સ્થાનિક ધારાસભ્યનું વલણ ખેડૂતોના હિતમાં ખૂબ સારું સાબિત થયું છે. તેમના હસ્તક્ષેપથી ખેડૂતોને વળતરનો પ્રશ્ન વાજબી રીતે ઉકેલાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
હાલ આંદોલન પૂર્ણ થતા ખંભાળિયા વિસ્તારના ખેડૂતોમાં સંતોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા હવે વળતરની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તેવી માંગ ઉઠી છે.
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
