તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 10th August 2026
જામનગર તાલુકાના ભલસાણ ગામની પાતડા સીમમાંથી 1.39 લાખની ઇંગ્લિશ દારૂની બોટલો ઝડપાઈ : જામનગર એલ.સી.બી.ની કાર્યવાહી, આરોપી વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધાયો : જુઓ વિડીયો
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શનમાં પોલીસ ટીમનોદરોડો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૦ : જામનગર તાલુકાના ભલસાણ ગામની પાતડા સીમ વિસ્તારમાંથી જામનગર એલ.સી.બી.એ 228 બોટલ ઇંગ્લિશ દારૂ સાથે 1,39,360 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શનમાં પ્રોહિબિશન અને જુગારના કેસો શોધી કાઢવા સૂચના અપાઈ હતી. જેના આધારે એલ.સી.બી. પી.આઈ. એમ.વી. ભાટીયા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા.
દરમિયાન એલ.સી.બી.ના યુવરાજસિંહ ઝાલા, હિતેન્દ્રસિંહ જાડેજા અને મયુરસિંહ પરમારને મળેલ બાતમીના આધારે જામનગર શહેરના પુનિતીનગરમાં રહેતા સત્રીભાઈ શંકરભાઈ વર્મા દ્વારા ભલસાણ ગામની સીમમાં અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ત્યાં દરોડો પાડીને 228 બોટલ કબજે કરી હતી.
આ અંગે પો.હે.કો. હિતેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદ પરથી પો.હે.કો. દિલીપભાઈ તલાવડીયાએ પ્રોહિબિશન હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી છે. રેઇડ દરમિયાન આરોપી સત્રીભાઈ વર્મા હાજર ન મળતા તેને પકડવાની કાર્યવાહી ચાલુ છે.
આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. વી.બી. ચૌધરીના માર્ગદર્શનમાં એલ.સી.બી.ના પી.એસ.આઈ. એમ.વી. ભાટીયા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
