તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th August 2026
કાગદડીમાં ખોડીયાર માતાના ધરા પાસે તળાવમાંથી પુરૂષની લાશ મળી
હાથ ઉપર દિલ-એ અને શ્રીરામ ત્રોફાવેલા છે મૃતદેહ ફુલાઇ ગયો હતોઃ આશરે ૫૫થી ૬૦ વર્ષની ઉમરઃ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયું: મૃતકના વાલીવારસ હોય તો કુવાડવા રોડ પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૦: કુવાડવાના કાગદડી ગામે આવેલા શ્રી ખોડીયાર આશ્રમ નજીક માતાજીના ધરા પાસેના તળાવમાંથી અજાણ્યા પુરૂષની કોહવાયેલી ફુલાઇ ગયેલી હાલતમાં લાશ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ છે. પોલીસે મૃતદેહ બહાર કઢાવી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
જાણવા મળ્યા મુજબ કાગદડી ગામે તળાવમાં લાશ પડી હોવાની જાણ થતાં પીએસઆઇ એમ. આર. મકવાણા, હેડકોન્સ. લક્ષમણભાઇ મહાજન સહિતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતકે પેન્ટ-શર્ટ પહેરેલા છે અને ઉમર આશરે ૫૫થી ૬૦ વર્ષ જેવી છે. પેન્ટમાં બેલ્ટની જગ્યાએ દોરી બાંધેલી છે. મૃતકના હાથ ઉપર દિલ અને વચ્ચે અંગ્રેજીમાં એ ત્રોફાવેલો છે. તેમજ ગુજારાતીમાં શ્રીરામ ત્રોફાવેલુ છે.ં આ સિવાય ઓળખ થાય તેવી કોઇ ચીજવસ્તુ મળી નથી.
લાશ ઘણા દિવસથી પાણીમાં પડી હોઇ મોઢુ પણ ખવાઇ ગયું છે, ચહેરો ઓળખી શકાય તેવો નથી. મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયું છે. મૃતકના કોઇ વાલીવારસ-પરિચીત હોય તો કુવાડવા રોડ પોલીસને ફોન-૬૩૫૯૬ ૨૭૪૨૩ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
