<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

ભાવનગર જિલ્લામાં ધીમી ધારે વરસાદ: ગારીયાધારમાં ૯ મીમી વરસાદ નોંધાયો

ગોહિલવાડ પંથકમાં આજે બપોર બાદ છૂટો છવાયો વરસાદ પડ્યો હતો.

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં હળવા છાંટાથી લઈને ધીમી ધારે વરસાદી માહોલ જોવા મળ્યો છે. સાંજે ૬ વાગ્યા સુધી માં જિલ્લામાં સરેરાશ ૨.૯ મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૫૦.૧ મીમી પર પહોંચ્યો છે.
ગોહિલવાડ પંથકમાં આજે બપોર બાદ છૂટો છવાયો વરસાદ પડ્યો હતો.
 આજે સાંજ ના  છ વાગ્યા સુધીમાં ગારીયાધાર તાલુકામાં સૌથી વધુ ૯ મીમી વરસાદ પડ્યો હતો આ ઉપરાંત પાલીતાણા માં ૫ મી.મી, ભાવનગરમાં ૪ મીમી, જેસરમાં ૫ મી.મી .વરસાદ નોંધાયો છે. વલ્લભીપુર, ઉમરાળા અને સિહોર તાલુકામાં પણ  ૨-૨ મી.મી. વરસાદી ઝાપટાં પડ્યા હતા.  ઘોઘા, તળાજા અને મહુવા તાલુકામાં સાંજ સુધી વરસાદ પડ્યો ન હતો.મોસમના કુલ વરસાદની દ્રષ્ટિએ અત્યાર સુધીમાં મહુવા તાલુકો ૬૨૦ મીમી વરસાદ સાથે જિલ્લામાં સૌથી આગળ છે.  
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 32.3 ડિગ્રી નોંધાયું હતું જ્યારે લઘુતમ તાપમાન 25.6 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 82% રહ્યું હતું જ્યારે પવનની ઝડપ 14 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી

(7:02 PM IST)