<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

રાષ્ટ્રીય વ્યાપી અને ગુજરાત વ્યાપી આંદોલનના ભાગરૂપે ભાવનગરમાં આંગણવાડી તથા આશાવર્કરોની વિશાળ રેલી :સીટુ ના કાર્યક્રરો દ્વારા જેલભરો કાર્યક્રમ

સી.આઈ.ટી.યુ ના પ્રદેશ મહામંત્રી અરુણ મહેતા, ભાવનગર જિલ્લા પ્રમુખ અશોકભાઈ સોમપુરા રસુલખાન પઠાણ, કાનજીભાઈ ચુડાસમા, નરેશભાઈ ગોહિલ તથા ગુજરાત કિશાન સભાના જિલ્લા પ્રમુખ ચીથરભાઈ ધાપા જિલ્લા કલેકટર કચેરી પાસે ૧૦૦ થી વધુ કાર્યકરોએ ધરપકડ

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :સી.આઈ.ટી.યુ, સંયુક્ત ટ્રેડ યુનિયન મંચ, કિસાન સભા અને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા રાષ્ટ્રવ્યાપી માગણીઓ માટે દેશભરમાં જેલ ભરો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો અને તેના ભાગરૂપે ભાવનગરમાં સીઆઇટીયુ તથા ગુજરાત કિસાન સભાનાના કાર્યકરોએ સી.આઈ.ટી.યુ ના પ્રદેશ મહામંત્રી અરુણ મહેતા, ભાવનગર જિલ્લા પ્રમુખ અશોકભાઈ સોમપુરા રસુલખાન પઠાણ, કાનજીભાઈ ચુડાસમા, નરેશભાઈ ગોહિલ તથા ગુજરાત કિશાન સભાના જિલ્લા પ્રમુખ ચીથરભાઈ ધાપા જિલ્લા કલેકટર કચેરી પાસે ૧૦૦ થી વધુ કાર્યકરોએ ધરપકડ હતી. 10 મી ઓગસ્ટે સમગ્ર દેશભરમાં શ્રમજીવીઓના વિરોધી લેબરકોડ પાછા ખેંચો, લઘુતમ વેતન 31,000 જાહેર કરો, ખેડૂતોના દેવા માફ કરો, ટેકાના ભાવે ખરીદી કરો અને આંગણવાડી આશા વર્કર સેવાર્થીઓને કાયમી કરો ની માગણી માટે સરકાર સમક્ષ અનેક વાર રજૂઆત કર્યા છતાં તેનો ઉકેલ ન આવતા જેલ પર પ્રોગ્રામ જાહેર કરેલ હતો.
 જ્યારે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયનના નેજા તળે ભાવનગર શહેર અને જિલ્લાની આંગણવાડી તથા આશા વર્કરો મોતીબાગમાં એકત્રિત થઈ હતી તથા મોતીબાગ થી વિશાળ રેલી યોજી ભીડભંજન થઈ ભારે સૂત્રોચાર સાથે જિલ્લા કલેકટર પહોંચી હતી તથા જિલ્લા કલેકટરશ્રીને મુખ્યમંત્રીને સંબોધતા આવેદનપત્રો આપ્યા હતા અને ગુજરાત સરકારને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે લાંબા સમયથી તમામ સ્કીમ વર્કરને કાયમી કરો, લઘુતમ વેતન હાઇકોર્ટના ચુકાદા મુજબ આપો, પેન્શન પીએસઆઈ તથા પ્રોવિડન્ટ ફંડ યોજનાના લાભો આપો તેવી માગણીઓ માટે સરકાર પાસે રજૂઆત કરી છે અને આંદોલન કરતી બહેનોના સવાલો ન જો ઉકેલ લાવવામાં નહીં આવે તો ગાંધીનગરમાં વિશાળ રેલી યોજાશે તેમજ છઠ્ઠી ઓક્ટોબરે દિલ્હીમાં સંસદ સમક્ષ ઘેરાવવાનો કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમની આગવાની આંગણવાડી યુનિયનના જિલ્લા પ્રમુખ રમીલાભા ગોહિલ મહામંત્રી રાજશ્રીબા ગોહિલ તાલુકાના ગોહિલ નફીસાબેન, પ્રીતિબેન ઉપાધ્યાય,  પુષ્પાબેન પરમાર લીધી હતી

(7:14 PM IST)