તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 10th August 2026
વિરપરડા ગામે કૂવામાં પાણી હાલક-ડોલક થવાના રહસ્યની તપાસ કરવા કેન્દ્રીય જિયોલોજીકલ ટીમ પહોંચી.
ટીમે રૂબરૂ મુલાકાત લઈ સર્વેક્ષણ હાથ ધર્યું, કલેકટરને રિપોર્ટ સોંપ્યો.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના વિરપરડા ગામે એક કૂવામાં આપમેળે પાણી હાલક-ડોલક થતું હોવાની આશ્ચર્યજનક ઘટના સામે આવી હતી. અગાઉ આ કૂવામાં પાણી મોજાની જેમ ઉછળતું જોવા મળ્યું હતું. જોકે, હાલમાં આ કૂવાનું પાણી સ્થિર થઈ ગયું છે. આ અસામાન્ય ઘટના પાછળનું સચોટ કારણ જાણવા માટે કેન્દ્રની જિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા (GSI) ની ટીમ વિરપરડા ગામે દોડી આવી હતી.
ટીમ દ્વારા કૂવાની આસપાસની જમીન, ભૂગર્ભીય હિલચાલ અને ભૌગોલિક સ્થિતિનો બારીકાઈથી સર્વે કરવામાં આવ્યો હતો. અગાઉ પાણી મોજાની જેમ કેમ ઉછળતું હતું અને અચાનક ભૂગર્ભમાં શું ફેરફાર થયો તેના કારણો શોધવા માટે ટીમે તપાસ કરી હતી. આ તમામ પાસાઓનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કર્યા બાદ નિષ્ણાત ટીમે પોતાનો વિસ્તૃત રિપોર્ટ મોરબી કલેક્ટરને સોંપી દીધો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. રિપોર્ટના આધારે આગામી સમયમાં આ ઘટનાનું સત્તાવાર તારણ બહાર આવી શકે છે.
(9:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
