<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

મોરબીના રવાપર વિસ્તારમાં જનભાગીદારી યોજના હેઠળ સી.સી. રોડના વિકાસકામનું ખાતમુહૂર્ત કરાયું.

મેયર ઉત્તમભાઈ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની ઉપસ્થિતિમાં વૈભવલક્ષ્મી સોસાયટીથી એન્જલ હાઈટ્સ સુધીના 185 મીટર લાંબા માર્ગનું ખાતમુહૂર્ત.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસ અને સ્થાનિક રહીશોની પ્રાથમિક સુવિધાઓમાં વધારો કરવાના આશયથી જનભાગીદારી યોજના અંતર્ગત મહત્વપૂર્ણ વિકાસકાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રવાપર વિસ્તારમાં આવેલ વૈભવલક્ષ્મી સોસાયટીથી એન્જલ હાઈટ્સ સુધીના માર્ગ પર નવ-નિરમાણ પામનાર સી.સી. રોડનું ખાતમુહૂર્ત કરાયું છે.
   આ ખાતમુહૂર્ત મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણીના વરદ હસ્તે અને ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું. આ પ્રસંગે મોરબી મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પંડસુબીયા તેમજ વોર્ડ નંબર 11 ના કોર્પોરેટરો અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
   રવાપર વિસ્તારના સ્થાનિક નાગરિકોની લાંબા સમયથી ચાલી આવતી માંગણી અને જરૂરિયાતને ધ્યાને રાખીને વૈભવલક્ષ્મી સોસાયટીથી એન્જલ હાઈટ્સ સુધીના અંદાજે 185 મીટર લંબાઈ ધરાવતા માર્ગ પર સી.સી. રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ માર્ગનું નિર્માણ કાર્ય પૂર્ણ થવાથી વિસ્તારના રહીશો તેમજ રાહદારીઓ અને વાહનચાલકોને સુગમ, સુરક્ષિત અને સુવિધાયુક્ત આવન-જાવનની શ્રેષ્ઠ સુવિધા પ્રાપ્ત થશે. આ સી.સી. રોડ બનવાથી સમગ્ર રવાપર વિસ્તારના માળખાકીય વિકાસને વધુ વેગ મળશે

(9:55 PM IST)