News of Monday, 10th August 2026
ધોરાજીથી જૂનાગઢ તરફ જતા રસ્તાની હાલત બિસ્માર: નાગરિક બેંકથી તોરણીયાના પાટિયા સુધીનો રસ્તો અતિ ખરાબ
ખાડાઓમાં આરએનબી તંત્રે કાંકરી-કપચી નાખતાં વાહનો સ્લિપ થવાના બનાવો

રાજકોટ જિલ્લાના ધોરાજીથી જૂનાગઢ તરફ જતા રસ્તાની હાલત બિસ્માર છે. નાગરિક બેંકથી તોરણીયાના પાટિયા સુધીનો રસ્તો સામાન્ય વરસાદ બાદ પણ કફોડી બની ગયો છે. ઓવરબ્રિજનું કામ ધીમી ગતિએ ચાલતાં લોકો હેરાન છે. ડાયવર્ઝન પણ બિસ્માર હોવાથી વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ખાડાઓમાં આરએનબી તંત્રે કાંકરી-કપચી નાખતાં વાહનો સ્લિપ થવાના બનાવો બની રહ્યા છે. જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુ બાલધાએ આ બાબત સ્વીકારી છે. સ્થાનિક ભાજપે ધારાસભ્યને વહેલી તકે કામ પૂર્ણ કરવા રજૂઆત કરી છે.
(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
