<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

રાજુલાના હિંડોરણા બ્રિજ પાસે ટ્રેલર અને રિક્ષા વચ્ચે અકસ્માત :ખરેડ ગામના 65 વર્ષીય વૃદ્ધાને ગંભીર ઇજા

તબિયત વધુ ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે મહુવા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા

અમરેલીના રાજુલા નજીક આવેલા હિંડોરણા બ્રિજ પાસે ટ્રેલર અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર ખરેડ ગામના 65 વર્ષીય વૃદ્ધા માલુબહેન દેવાભાઈ કવાડને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઇજાગ્રસ્ત વૃદ્ધાને પ્રથમ રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની તબિયત વધુ ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે મહુવા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

(12:08 AM IST)