<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

આટકોટ જંગવડ વચ્‍ચે એસટી વોલ્‍વો બસ અને આઈસર વચ્‍ચે અકસ્‍માત

આટકોટઃ જંગવડ વચ્‍ચે વહેલી સવારે એસટી બસ અને આઈસર વચ્‍ચે અકસ્‍માત સર્જાયો છે. વોલ્‍વો એસટી બસ ઠોકરે આઈસર રોડ નીચે ખાડા માં ખાબકયુ હતું. આટકોટ પોલીસ ૧૦૮ ની ટીમ ધટના સ્‍થળે દોડી ગયા હતાં  એસટી ડ્રાઇવર ને ઈજા પહોંચી હતી ભુજ ભાવનગર એસટી વોલ્‍વો બસ નો અકસ્‍માત સર્જાયો હતો ડ્રાઇવર ફસાઈ જતાં ૧૦૮ ટીમ અને સેવા ભાવી લોકો એ એક કલાક મહેનતથી બહાર કાઢવામાં આવ્‍યો હતો૧૦૮ પાયલોટ દેવાયતભાઈ રાઠોડ ઈએમટી નિલેશભાઈ શાપરા ધટના સ્‍થળે દોડી ગયા હતા અને ઈજા પામેલ બસ ડ્રાઇવરને હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા. (તસવીરો કરશન બામટા)

(10:53 AM IST)