<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

દૂધરેજ કેનાલમાં મહિલાએ કરી આત્‍મહત્‍યા

સાસરિયા ના ત્રાસથી રિસામણે બેઠેલીઃ સિવિલ હોસ્‍પિટલમાં હોબાળો થતા પિયર પક્ષને લાશ આપવામાં આવીઃ બે સંતાનોએ છત્રછાયા ગૂમાવી

વઢવાણ,તા.૧૧: સુરેન્‍દ્રનગર દુધરેજ નજીકથી પસાર થઈ રહેલી નર્મદાની કેનાલમાં ઝંપલાવી મહિલા દ્વારા આત્‍મહત્‍યા કરી લેવામાં આવી છે જોકે અજાણ્‍યા શખ્‍સોને આ બાબતની જાણ થતા સીટી પોલીસને જાણ કરવામાં આવી હતી અને સીટી પોલીસ ત્‍યાં દોડી ગઈ અને મહિલાની લાશ બહાર કાઢી હતી.

પરિવારજનો પણ હોસ્‍પિટલ ખાતે દોડી આવ્‍યા હતા અને મૃતક મહિલાનું નામ સાહિન ખોખર હોવાનું સામે આવ્‍યું હતું જો કે પરિવારજનો દ્વારા આ મુદ્દે હોબાળો કરવામાં આવ્‍યો હતો અને સાસરીયા પક્ષ પણ જ્‍યાં દોડી આવ્‍યા હતા એટલે બંને પક્ષો ભેગા થયા બાદ લાશ લઈ જવા મુદ્દે ના પ્રશ્ન સર્જાયા હતા

મામલો શાંત પાડ્‍યો હતો અને અંતે પિયર પક્ષને લાશ સોંપવામાં આવી હતી કારણકે છેલ્‍લા ઘણા સમયથી મૃતક મહિલા સાહિનબેન પોતે પિયર પક્ષ સાથે રહેતા હતા અને આ પ્રકારનો પગલું ભર્યું છે ત્‍યારે તેમના બે સંતાનોને પણ માતાની છત્રછાયા ગુમાવી છે પરિવારજનોને મૃતદેહ સોંપી આપવામાં આવ્‍યો છે ત્‍યારે સાસરીયા પક્ષના ત્રાસથી આ પ્રકારનું કૃત્‍ય કર્યા હોવાનો પણ સામે આવ્‍યું છે.

(10:53 AM IST)