તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 11th August 2026
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા છેતરપિંડીથી પડાવી લીધેલા ૧૫ વાહનો જપ્ત કરી સોંપાયા
ડમ્પર, હીટાચી મશીન અને ફોર્ચ્યુનર કાર મળી પાંચ કરોડ રૂપિયાનો મુદ્દામાલ મૂળ માલિકને પરત અપાવવામાં આવ્યો

વઢવાણ, તા.૧૧: સુરેન્દ્રનગરમાં છેતરપિંડીની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે ત્યારે મુળી તાલુકાના ઉમરડા ગામના કાનાભાઈ મસાભાઈ તરકેટા દ્વારા પોતાના નામે ૧૩ જેટલા ડમ્પર ૦૧ હિટાચી મશીન અને એક ફોરચુનર કાર ખરીદી કરવામાં આવી હતી અને આ મુદ્દામાલ વિશ્વાસમાં આવી અને સામા વાળા પક્ષને આપવામાં આવ્યો હતો. પરંતુ સામા વાળા પક્ષ દ્વારા આ મુદ્દે છેતરપિંડી કરવામાં આવી હતી ત્યારે કુલ પાંચ કરોડથી વધુના વાહનો પડાવી લઇ અને ગીરવે મૂકી દેવામાં આવ્યા હતા.
આ અંગે પીડિત કાનાભાઈ માસાભાઈ તરકેટા દ્વારા સુરેન્દ્રનગર પોલીસ વડા પ્રેમસુખ ડેલુનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા અરજદાર અને સામે પક્ષના લોકોને બોલાવી અને સાંભળવામાં આવ્યા હતા અને જ્યાં પણ વાહનો ગીરવે મૂકવામાં આવ્યા હતા ત્યાંથી પરત મેળવી અને કબજે લેવામાં આવ્યા હતા.
ત્યારબાદ મૂળ માલિક કાનાભાઈ માસાભાઈ તરકેટા ને બોલાવી અને તેમને સોંપવામાં આવ્યા હતા જેમાં ૧૪ જેટલા વાહનો અને એક ફોર્ચ્યુનર કાર હોવાનું સામે આવ્યું હતું. અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે મીઠાઈઓ વેચવામાં આવી હતી છેલ્લા અનેક સમયથી આ વાહનો ફસાવીને રાખવામાં આવ્યા હતા તેના ઉપર લોન પણ ચાલી રહી હતી ત્યારે પોતાનું શિબિલ ખરાબ ન થાય તે માટે કાનાભાઈ રેગ્યુલર લોન પણ ભરતા હતા અને તેમના વાહનો બીજા ઉપયોગ કરતા હોવા મુદ્દે હવે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
