<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

મારી પાછળ પ૦ ગાડીઓ છોડાવવા આવશે, તમારી પાછળ કોઇ નહિ આવે

જસદણનાં રાણપરડામાં કૌટુંબીક ભાઇઓને ધમકી જમીન પર પાણી નિકાલનીલ ગટર પર ઘાસ નાખવાની ના પાડવાના મુદ્દે પિતા-પુત્રએ પાઇપ કાઢી ધમકી આપી

રાજકોટઃ તા.૧૧, જસદણનના રાણપરડા ગામે ભાડે આપેલ જમીન વચ્‍ચે પાણી નીકાલની ગટર ઉપર ઘાસ નાખવાની ના પાડવાની બાબતે જયદેવભાઇ બટુકભાઇ ગોસાઇ (ઉ.વ.૩૪) નો કાઠલો પકડી, ધમકાવી પાઇપ વડે તેને અને તેના મોટા બાપુના દિકરા અક્ષયને તેજ ગામના પિતા  -પુત્રએ પાઇપ કાઢી ધમકી આપ્‍યાની આટકોટ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.

આટકોટ પોલીસે આ મામલે રાણપરડા ગામે રહેતા અને સોલાર કંપનીમા઼ નોકરી કરતા જયદેવભાઇ ગોસાઇ (ઉ.વ. ૩૪) ની ફરીયાદ પરથી તેજ ગામના જીલુ વસાભાઇ વાળા અને તેના પુત્ર યુવરાજ સોમ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. સોલાર કંપનીમાં નોકરી કરતા જયદેવભાઇને સંતાનમાં એક પુત્રી છે. તેણે ફરીયાદમાં જણાવ્‍યું કે, તેને ગામના સર્વે નંબર ર૧ પૈકી ૧ ની ૪૦ વિધા જમીન આવેલી છે. તેના મોટા બાપુના દિકરા અક્ષયની ૩૦ વિધા જમીન આવેલી છે. જે બનેએ ર૦ર૩ માં કલીનમેશ કંપનીને સોલાર માટે ગોણત્રીસ વર્ષ અને ૧૧ માસ માટે ભાડે આપી હતી જેમાં તેને વાર્ષિક આઠ લાખ અને અક્ષયને છ લાખ ભાડુ અપાય છે  તે ગઇ તા. ૮ ના નોકરી પર હતા ત્‍યારે વાડી વચ્‍ચે પાણીના નિકાલ કરવા માટે ગટર રાખવામાં આવેલી હોય ત્‍યાં કંઇક ઠલવાતું હોવાનું લાગતા ટ્રેકટરમાંથી ઘાસ નાખતા મજુરોને અહી ઘાસ કેમ નાખો છો. પુછતાં તેણે અમને જીલુભાઇએ ઘાસ નાખવા મોકલેલ છે કહયું હતું જેથી તેને ના પાડતા તે જતા રહયા હતા ત્‍યારબાદ ગઇ તા. ૯ નાં તે તેના પત્‍ની સાધનાબેન, સસરા કૈલાશગીરી ઘરે હતા ત્‍યારે ત્‍યાં ઘસી આવેલા આરોપી જીલુવાળા ગાળો બોલવા લાગ્‍યો હતો તમે ગાળો કેમ આપો છો ? કહેતા આરોપીએ ‘તમે અમારા મજુરોને હેરાન કરો છો' તમે ગામમાં આવો ત્‍યાં વાત કરીએ કહેતા અક્ષયને જાણ કરી ગ્રામ પંચાયતની ઓફિસ પાસે ગયા હતા જયાં હાજર જીલુ વાળા અને તેના પુત્ર યુવરાજ ‘તમારે અમારા મજુરોને શું કામ કઇ કહેવું જોઇએ જેથી તેને અમારી વાડીના પાણીના નિકાલનું પાણી નીકળતું હોય ત્‍યાં ઘાસ નાખતા તેને ના પાડી હતી તેમ જવાબ આપતા આરોપી જીલુએ ‘અમારા મજુરોને કઇ કહેવાશે નહી' કહી ગાળો આપવા લાગ્‍યો હતો અને મારી પાછળ પ૦ ગાડીઓ છોડાવવા આવશે, તમારી પાછળ કોઇ નહી આવે' કહેવતા તેને ‘બધાની પાછળ હોય જ' તેમ જવાબ આપતા આરોપીએ તેના બાઇકમા઼થી પાઇપ કાઢયો હતો ને યુવારજે તેનો કાઠલો પકડી હવે મારા મજુરોને કઇ કહેલ છે તો મારી નાખવામા઼ આટલી વાર લાગશે' કહી ગાળો આપવા લાગ્‍યા હતા, આ સમયે સરપંચ સહિતના અન્‍ય લોકો આવી જતા તેને છોડાવતા બંને આરોપી પિતા-પુત્ર જતા રહ્યા હતા. અને જતા જતા ધમકી આપતા ગયા હતા.

(1:12 PM IST)