<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાદળા છવાયાઃ ર૪ તાલુકામાં ઝાપટા

ગારીયાધાર, મહુવા, બગસરા, લાઠીમાં અડધો ઇંચઃ સાર્વત્રિક વરસાદના ત્રીજા રાઉન્‍ડની રાહ

 

રાજકોટ તા. ૧૧ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાદળા છવાયા છે. આવા વાતાવરણ વચ્‍ચે ર૪ તાલુકામાં ઝાપટાથી માંડીને અડધો ઇંચ વરસાદ પડયો છે.

છેલ્લા થોડા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો છે અને સર્વત્ર મિશ્ર હવામાન છવાયેલુ છે ત્‍યારે ગઇકાલે સાંજથી વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો હતો અને આજે સવાર સુધીમાં ર૪ તાલુકામાં હળવો - ભારે વરસાદ વરસ્‍યો છે.

જેમાં ભાવનગરના મહુવા, વલ્લભીપુર,  અમરેલીના લાઠી, બગસરામાં અડધો ઇંચ વરસાદ પડયો છે.

જયારે જામનગર, વલ્લભીપુર, ઉમરાળા, શિહોર, પાલીતાણા, જેશર, સુત્રાપાડા, બાબરા, જાફરાબાદ, રાજકોટ, કોટડાસાંગાણી, ભુજ, ભચાઉ સહિતના વિસ્‍તારોમાં ઝાપટારૂપે વરસાદ વરસ્‍યો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :.. બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ માહિતી મુજબ લઘુતમ તાપમાન ર૬.૯ ડીગ્રી, મહત્તમ ૩૦.૭ ડીગ્રી, ભેજ ૮૭ ટકા, પવનની ઝડપ ૧૧.૧ કિ. મી. રહી હતી. જામનગરમાં ૧ મી. મી. વરસાદ ર૪ કલાકમાં પડયો હતો.

(11:06 AM IST)