તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 11th August 2026
ગોંડલમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલી બ્રેઝા કાર રૂરલ એલસીબીએ ઝડપી લીધી
કાર સહિત ૬.૧૦ લાખનો મુદામાલ કબ્જેઃ ચાલક સહિત બે કાર રેઢી મૂકી છનન

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા દારૂ જુગારની પ્રવૃતિ નાબૂદ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ગોંડલ શહેર વિસ્તાર માં એલ.સી.બી. સ્ટાફ ના માણસો પેટ્રોલીંગ માં હોય જે દરમ્યાન ખાનગીરાહે હકીકત મળેલ છે કે દેવાંગભાઈ રમણીકભાઇ પરમાર રહે.ગોંડલ વાળો પોતાના હવાલા કબ્જાવાળી સફેદ કલરની મારૂતી કંપનીની બ્રેજા કાર રજી.નં-GJ-03-MR-3195 વાળી મા ગે.કા. રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી વહન કરી આટકોટ તરફથી ગોંડલ તરફ આવનાર છે જે હકીકત ના આધારે કાર નીકળતા આડશ કરી કાર રોકવા જતા તેના ચાલકે કાર રોકેલ નહીં અને સદરહુ કાર મોવૈયા રોડ ઉપર ભગાડતા તેનો પીછો કરતા સહારા પંપ ની બાજુમાં આવેલ શેરીમાં શુભ સીમેન્ટ ની બાજુમાં બે ઇસમો કાર રેઢી મુકી નાશી ગયેલ જે બ્રેજા કારમાંથી અંગ્રેજી દારૂ નો જથ્થો ૧૮૦ એમ.એલ.ની શીલપેક બોટલો નંફ -૬૭૨ કી. રૂા. ૧,૧૦,૮૮૦/- મળી આવતા બ્રેજા કાર રજી. નંબર જીજે-૦૩-એમઆર-૩૧૯૫ કી. રૂા.૫,૦૦/૦૦૦/ સહિત કી. રૂા. ૬,૧૦,૮૮૦/- મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરાઇ હતી.
આ કાર્યવાહીઃ એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના PI જે.પી.રાવ તથા PSI કે.એમ.ચાવડા, PSI એચ.સી.ગોહીલ, PSI આર.વી.ભીમાણી, PSI પી.એન.ભરવાડુ હ્યા ASI બાલકળષ્ણભાઇ ત્રિવેદી, ASI ઇન્દ્રસિંહ જાડેજા, ASI જયવિરસિંહ રાણા, ASI અનિલભાઇ ગુજરાતી તથા HC પ્રહલાદસિંહ રાઠોડ, HC ભગીરથસિંહ જાડેજા તથા HC ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા PC રણજીતભાઇ બોરડ તથા PC વીજયભાઇ ખડીયા તથા PC ભાવેશભાઇ મકવાણા તથા PC વીજયભાઇ સીહાર સહિતના સ્ટાફે કરી હતી
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
