તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th August 2026
‘આ વખતે તો બચી ગયો બીજી વખત તારા પેટ્રોલ પંપ સાથે તને સળગાવી નાખીશ'
બાકીમાં લીધેલા ડિઝલના પૈસા માંગતા હડમતીયા (ખાં)ના ત્રણ આરોપીઓએ હુમલો કર્યોઃ જસદણ પોલીસ દ્વારા તપાસ

રાજકોટ તા. ૧૧: વિંછીયામાં અજમેરા હાઇસ્કુલ સામે રહેતાં અને જસદણ વિંછીયા રોડ પર કાળાસર ચોકડી પાસે ભવાની પેટ્રોલ પમ્પ ચલાવતાં હાજાભાઇ દેવાભાઇ મકવાણા (ઉ.વ. ૪પ)ના પેટ્રોલ પંપે ધસી જઇ ત્રણ શખ્સોએ ‘હવે જો ડિઝલના પૈસા માંગીશ તો તારો પેટ્રોલ પંપ સળગાવી નાખીશ' તેમ કહી ધમકી આપી પાવડાના હાથા વડે હુમલો કર્યાની જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
જસદણ પોલીસે આ મામલે હાજાભાઇ મકવાણાની ફરીયાદ પરથી મુળજી ભીખાભાઇ રબારી, કાળુ ઘુઘાભાઇ રબારી અને લાલજી ભીખાભાઇ રબારી (રહે. બધા હડમતીયા ખા, જસદણ) ની સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
હાજાભાઇએ પોલીસને જણાવ્યું કે, તેના પેટ્રોલ પંપથી આસપાસના ગામના લોકો અને ખેડુતો બાકીમાં પેટ્રોલ-ડીઝલ લઇ જતા હતા ખાંડા હડમતીયા ગામના આરોપી મુળજીભાઇ, કાળુ અને લાલજી અવાર નવાર પેટ્રોલ-ડિઝલ પુરાવા આવતા હતા જે ડિઝલ પુરાવીછ ગમે ત્યારે ડિઝલના રૂપિયા પછી આપી દેશું તેમ કહી જતા રહેતા હતા. જેને બાદમાં ફોનથી કે રૂબરૂ મળી ડિઝલના પૈસાની માંગ કરતા ત્રણેય પછી આપી દેશું તેમ કહી જતા રહેતા હતા. ત્રણેક દિવસ પહેલા તેઓ મુળજીને ફોન કરતાં તેણે શનિવારે ત્રણેય રૂપિયા આપી જશું તેમ તા. ૯નાં રવિવારે સવારે ફરી મુળજીને ફોન કરતા ‘હમણાં આવીને આપી દઇશ' તેમ કહ્યું હતું. ત્યારબાદ તેણે કાળુને કોલ કરતાં ‘તું પમ્પે જ રહેજે હું આવું છું' કહી કોલ કાપી નાખ્યો હતો. બાદમાં ખાર રાખી બાઇક અને બુલેટમાં ત્રણેય આરોપીઓએ તેના પેટ્રોલ પંચે ધસી જઇ તેને ગાળો દઇ ‘હવે પૈસા માંગતો નહીં અને તારાથી થાય તે કરી લેજે, હવે જો ડિઝલના પૈસા માંગીશ તો તારો પેટ્રોલ પંપ સળગાવી નાખીશ.' તેમ ધમકી આપવા લાગ્યા હતા.
ત્યારબાદ પાવડાના હાથાથી હુમલો કરતા તેને ઇજા થઇ હતી બુમાબુમ કરતાં પમ્પના અન્ય કર્મીઓ આવી તેને છોડાવ્યા હતા જતાં જતાં ત્રણેય ‘આજે તો જવા દઉં છું, હવે પછી જો ડિઝલના પૈસા માંગીશ તો જીવતો ઘરે નહીં જવા દઉં આ વખતે બચી ગયો બીજી વખતે આ તારો પેટ્રોલ પંપ ભેગો તને સળગાવીને મારી નાખીશ' કહી ધમકી આપી હતી.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
