<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

મહિલાના ફોટા-વિડીયો પરિવારને મોકલીને પ લાખની ખંડણી માંગનારને ઝડપી લેતી સાયબર ક્રાઇમ પોલીસ દેવભૂમી દ્વારકા

મુંબઇના સાહિલ ઉર્ફે હર્ષ શોકિન્‍દરસિંહ જાટની પૂછપરછ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૧: નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય રાજકોટ વિભાગ, રાજકોટ તથા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, જીલ્લો દેવભૂમિ દ્વારકા નાઓએ જીલ્લામાં બનતા સાયબર બુલીંગ અંગેના ગુન્‍હાઓ અટકાવવા તેમજ સાયબર ક્રાઇમને લગતા ગુન્‍હા સાથે સંકળાયેલ આરોપી શોધી કાઢી તેઓ વિરૂધ્‍ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ સુચના કરેલ. જે અન્‍વયે નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલ, ખંભાળીયા વિભાગ, ખંભાળીયા નાઓના માર્ગદર્શન આધારે ગુન્‍હેગારને ઝડપી લેવાયો છે.

અમદાવાદ ખાતે એન્‍જીનીયરીંગ બી.ટેકનો અભ્‍યાસ કરતી મહિલાને પન્‍જી ગેમ વડે સંપર્ક કેળવી વિશ્વાસમા લઈ મિત્ર બની અંગત ફોટા તથા વીડીયો મેળવી લઈ મિત્રતા તુટતા બેનામી સોશિયલ મીડીયા એકાઉન્‍ટ મારફતે ટેલિગ્રામ તથા ઇન્‍સ્‍ટાગ્રામમાંથી ફરીયાદી મહિલાના ફોટા તથા વીડીયો ફરિયાદીના પિતા તથા બહેનપણી તથા કુટુંબીભાઇ નાઓને મોકલી આપી ફરિયાદી તથા ફરિયાદીના પિતા ને ઇ-મેઇલ તથા ટેલિગ્રામ થી મેસેજ કરી રૂ.૫,૦૦,૦૦૦/- ની ખંડણીની માંગણી કરી વધુ વાયરલ કરવાની ધમકી આપી ફરિયાદીના પિતા પાસેથી રૂ.૨૨,૦૦૦/- ની ખંડણી મેળવી લઈ રૂ.૫,૦૦,૦૦૦/-ની માંગણી પુરી ન કર્યો, ફરિયાદીના ફોટા તથા વીડીયો સોશિયલ મીડીયામાં બેનામી એકાઉન્‍ટ મારફતે યુનિવર્સીટી તથા કોલેજમા વાયરલ કરી દઇ સમાજમાં બદનામ કરી દેવાની ધમકી મહિલા ફરિયાદીને આપતા સાયબર ક્રાઇમ પો.સ્‍ટે. પાર્ટ એ ગુન્‍હો દાખલ કરવામાં આવેલ હતો.

પોલીસ ઇન્‍સપેક્‍ટર ઋષિતસિંહ રાઠોડ નાઓએ પોતાની ટીમને જરૂરી સૂચનો કરી અને સાયબર બુલીંગના ગુન્‍હાના આરોપીની ટેકનીકલ સોર્સ અને હ્યુમન સોર્સ આધારે શોધી કાઢવા પ્રયત્‍નો હાથ ધરવામાં આવેલ જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનની ટીમ દ્વારા વિવિધ દિશામાં પ્રયત્‍નો હાથ ધરવામાં આવેલ જેમાં મળેલ ટેકનીકલ માહીતી અને બાતમી હકીકત આધારે, મુળ દિલ્‍હીના આરોપી (૧) સાહિલ ઉર્ફે હર્ષ શોકિન્‍દરસિંહ જાતે. જાટ ઉ.વ.રર ધંધો અભ્‍યાસ રહે,ગ્‍૬/૫, સેક્‍ટર-૧૭, રોહિણી, નોર્થ-વેસ્‍ટ દિલ્‍હી રાજ્‍ય દિલ્‍હીને ઝડપી લીધો છે.

આ કામગીરી પોલીસ ઇન્‍સપેક્‍ટર ઋષિતસિંહ રાઠોડ, પોલીસ સબ ઇન્‍સપેક્‍ટર, બી.કે.કડછા, સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશન. એચસી ધરણાંતભાઇ બંધિયા, એચસી હેભાભાઇ ચાવડા, એચસી સાજણભાઇ સુવા, તથા પીસી ક્રિપાલસિંહ ચૌહાણ પીસી અલ્‍કાબેન કરમુર તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનની ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(12:57 PM IST)