તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 11th August 2026
૧૧ ઓગષ્ટઃ મોરબી મચ્છુ જળ હોનારત અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ

રાજકોટઃ ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ મોરબી પાસેનો મચ્છુ ૨ ડેમ તૂટ્યો. ધસમસતા પૂરના પાણીએ મોરબી શહેર અને આજુબાજુના ગામડાઓને ખેદાન મેદાન કરી નાંખ્યા. હજારો લોકો અને પશુઓના જીવ ગયા. મોરબીને સાફ કરવા, મૃતદેહોનો નિકાલ કરવા અને સફાઈ માટે પૂરા દેશમાં થી ય્લ્લ્ ના સ્વયંસેવકો પહોંચી ગયા. ગુજરાત ય્લ્લ્ ના પ્રાંત પ્રચારક કેશવરાવ દેશમુખની સલાહથી પહોંચનારા સૌ મા આજના આપણા વડા પ્રધાન માન શ્રી નરેન્દ્રભાઇ મોદી પણ એક હતા. સફાઈ અને શરૂઆતની વ્યવસ્થાના કામમાં તેમનું પૂણ માર્ગદર્શન રહ્યું .
તેઓશ્રી ત્યારે સંઘના પ્રચારક અને પ્રાંતના વ્યવસ્થા પ્રમુખ હતા. શ્રી વકીલસાહેબની સલાહ અનુસાર મોરબીના પુનઃ નિર્માણમાં બે નગરઃ, વધઙ્ખમાન નગર અને જનકલયાણ નગર બનાવવાનું નક્કી થયું. આ બાંધકામના કાયમાં નરેન્દ્રભાઇનું સંપૂર્ણ માર્ગદર્શન રહ્યું. વધુ મજૂરોની જરુર પડતા આંધ્રપ્રદેશ થી મજૂરો બોલાવ્યા . ત્યાં ના કાયઙ્ખકતાઙ્ખ ‘બાપજી' હજુ નરેન્દ્રભાઇની કુનેહ અને ત્વરા ની વાતો વાગોળે છે. નરેન્દ્રભાઇ પોતે કામ માટે જીપ લઇને દોડાદોડી કરતા. પૂર પિડીત સહાયતા સમિતિના વડા ડો પી વી દોશી અને પ્રવીણકાકાની દોરવણીથી ઉભા થયેલા બંને નગરોના લોકાર્પણ વખતે તે વખતના ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી બાબુભાઇ જશભાઇ પટેલે સર સંઘચાલક બાળાસાહેબ દેવરસ પાસે સંઘ સ્વયંસેવકોની નિઃસર્વાથ સેવા અને શબનિકાલ જેવા અઘરા કામની પ્રસંશા કરી હતી. તેમણે પૂછ્યું કે સંઘના સ્વયંસેવકો આમ કામ કરવા કેમ દોડી જાય છે? ત્યારે તેમનો જવાબ હતો , ‘ન દોડી જાય તો આヘર્ય કહેવાય'.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
