તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th August 2026
વિસાવદર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખપદે સતત ત્રીજી વખત બીનહરીફ ચૂંટાતા વિનુભાઈ હપાણી
અન્ય કોઈ ફોર્મ રજૂ ન થતા સંઘના પ્રમુખ તરીકે વિનુભાઈ હપાણીને ચુંટણી અધિકારીએ બીન હરીફ પ્રમુખ તરીકે જાહેર

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : વિસાવદર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ના મેનેજરની યાદીમાં જણાવ્યા અનુસાર વિસાવદર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખની ચુંટણી અધિકારી મામલતદાર,વિસાવદરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. તેમા તાલુકા સંઘના તમામ ડીરેક્ટર હાજર હતા. તેમા સંઘના પ્રમુખ તરીકે વિનુભાઈ હપાણીએ ઉમેદવારી પત્ર ભરેલ તેમા વિનુભાઈના નામની દરખાસ્ત ભુવા જેન્તીભાઈએ કરેલ અને તેને રતિભાઈ સાવલીયાએ ટેકો આપેલ. અન્ય કોઈ ફોર્મ રજૂ ન થતા સંઘના પ્રમુખ તરીકે વિનુભાઈ હપાણીને ચુંટણી અધિકારીએ બીન હરીફ પ્રમુખ તરીકે જાહેર કરેલ છે. વિનુભાઈ હપાણી સતત ત્રીજી વખત સંઘના પ્રમુખ તરીકે બીનહરીફ ચુંટાઈ આવેલ છે.
વિનુભાઈ હપાણી સહકારી ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. વિસાવદર માર્કેટયાર્ડમા ઘણા વર્ષોથી ચેરમેન તરીકે સેવાઓ આપે છે. તે ઉપરાંત બજાર સમિતિ જુનાગઢના ચેરેમેન તરીકે બે ટર્મ સેવાઓ આપેલ તે ઉપરાંત ગુજરાત રાજય કૃષિ બજાર બોર્ડના ડીરેકટર તરીકે સેવાઓ આપેલ છે. વિનુભાઈ હપાણી બીનહરીફ થતા વિસાવદર તાલુકાના ખેડુતને વધુ સવલતો મળી રહે તેવા પ્રયત્ન કરશે. તેવુ આશ્વાસન વિનુભાઈ હપાણી એ વ્યકત કરેલ તેમ મેનેજર વિસાવદર તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ લી.ની યાદીમાં જણાવાયું છે.
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
